GSTV

મારૂતિનો મોટો ધમાકો, 1 મહિનામાં જ વેચી નાખી 1 લાખથી વધુ કારો

મારૂતિ સુઝુકીએ વેચાણમાં મોટી છલાંગ મારતા જૂલાઈ 2020માં જૂન 2020ની સરખામણીએ ડબલ વેચાણ કર્યુ છે. જૂનની તુલનામાં કંપનીએ જુલાઈમાં લગભગ બમણું વેચાણ કર્યું હતું. કંપની જૂનમાં 57,428 યુનિટ વેચવામાં સફળ રહી હતી, જ્યારે જુલાઈમાં આ આંકડો વધીને 108,064 યુનિટમાં પહોંચી ગયો છે. કોરોના વાયરસના ચેપને કારણે, સાપ્તાહિક બજારની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ કંપનીઓના વેચાણમાં પણ ધીરે ધીરે સુધારો થયો છે. જ્યારે વાહનોની માંગ પણ ધીરે ધીરે વધી રહી છે.

ડોમેસ્ટિક વેચાણ 1,00,000ને પાર

ભારતમાં મારુતિએ જુલાઈમાં સ્થાનિક બજારમાં 1 લાખથી વધુ યુનિટનું વેચાણ કર્યુ હતુ. જુલાઈ 2020માં, કંપનીએ 101,307 એકમોનું વેચાણ કર્યું. જ્યારે જુલાઈ 2019માં, આ આંકડો 100,006 હતો. આ રીતે, કંપનીએ 1.3 ટકાની ગ્રોથ ઈયર ઓન ઈયર રજીસ્ટર કર્યો છે.

આ કારની છે માંગ

મારુતિ સુઝુકી અલ્ટો, એસ-પ્રેસો, વેગન આર, સિલેરિયો, સ્વિફ્ટ, બલેનો, ડિઝાયર જેવા મોડેલોની સૌથી વધુ માંગ છે. જ્યારે  વિટારા બ્રેઝા, અર્ટિગા, એસ-ક્રોસના વેચાણમાં 26.3 ટકાનો વધારો જોવાયો હતો.

મારૂતિ નવી સસ્તી કારો લાવવાનું પ્લાનિંગ પણ કરી રહી છે. મારૂતિની આ કાર ભારતમાં ઓલ્ટો 800ને રિપ્લેસ કરશે. Emkay Global Financial Servicesના રિપોર્ટ અનુસાર કંપની ભારતમાં BS6 ડીઝલ એન્જિન મોડેલ પાછું લાવવાની પણ યોજના બનાવી રહી છે. કંપની બ્રેઝા, સિયાઝ, અર્ટિગા અને XL6 અને BSVI કંમ્પ્લાયન્ટ ડીઝલ એન્જિનો સાથે લાવવાની તૈયારી કરી રહી છે. આ મોડેલોમાં 1.5 લિટર ડીઝલ એન્જિન આપી શકાય છે. કંપનીની નવી હેચબેક કારમાં 800ccનું એન્જિન આપવામાં આવશે જે 47bhp પાવર અને 69Nm ટોર્ક જનરેટ કરે છે. કંપની આ કારને મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશન બંને સાથે લોંચ કરી શકે છે.

READ ALSO

Related posts

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

Pravin Makwana

બિહારમાં મતદાન પહેલા ભાજપે 2 વર્તમાન ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

Nilesh Jethva

પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!