GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આ કંપનીએ પરત મંગાવી પોતાની 1.35 લાખ ગાડીઓ, ક્યાંક તમારી પાસે પણ આ કાર તો નથી ને?

કાર

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India)એ જણાવ્યું કે ખરાબ ફ્યૂલ પંપની તપાસ અને બદલવા માટે તેણે 1,34,885 વેગન-આર (WagonR) અને બલેનો (Baleno) મોડલની કારો પરત મંગાવી છે. એમએસઆઇએ શેર માર્કેટને મોકલેલી સૂચનામાં કહ્યું કે તે સ્વૈચ્છિક ધોરણે આ કામ કરી રહી છે. કંપનીએ 15 નેવમ્બર 2018થી લઇને 15 ઓક્ટોબર 2019 વચ્ચે બનેલી વેગન-આર (એક લીટર) અને 8 જાન્યુઆરી 2019થી લઇને 4 નવેમ્બર 2019 વચ્ચે બનેલી બલેનો (પેટ્રોલ) કારોને પરત મંગાવી છે.

મારૂતિએ આટલા યુનિટ પરત મંગાવ્યા

કંપનીએ કહ્યું કે આ વાપસીમાં કંપનીના બંને પ્રકારના 1,34,885 વાહન પરત આવી શકે છે. વાહન કંપનીએ જણાવ્યું કે, કંપનીની આ પહેલથી વેગન-આરની 56,663 યુનિટ અને બલેનોની 78,222 યુનિટમાં ફ્યૂલ પંપ ખરાબ હોવાના મામલા સામે આવી શકે છે. તેમાં ખરાબ હિસ્સાને કોઇ ચાર્જીસ વિના બદલી આપવામાં આવશે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં આ વાપસી અભિયાન અંતર્ગત સંબંધિત વાહનના માલિકને કંપનીના અધિકૃત ડીલર દ્વારા સંપર્ક સાધવામાં આવશે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!