GSTV
Gujarat Government Advertisement

40 દિવસ બાદ મારૂતિનો માનેસર પ્લાન્ટ કરાયો શરૂ, ફક્ત એક જ શિફ્ટમાં થશે કામ

Last Updated on May 12, 2020 by Mansi Patel

કોરોના વાયરસ રોગચાળાને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે લગભગ 40 દિવસથી બંધ મારુતિનો માનેસર પ્લાન્ટ આજથી શરૂ થયો છે. દેશના સૌથી મોટા કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ મંગળવારે કહ્યું કે તેણે હરિયાણાના માનેસર પ્લાન્ટમાં ફરીથી કામગીરી શરૂ કરી છે. 22 માર્ચથી કંપનીના માનેસર અને ગુરુગ્રામ પ્લાન્ટ્સ પર કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. મારુતિ સુઝુકી ઇન્ડિયાના પ્રમુખ આર.સી.ભાર્ગવે જણાવ્યું હતું કે, માનેસર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થયું છે અને આજે (મંગળવારે) પહેલી કાર તૈયાર થઈ જશે. જણાવી દઈએ કે ગયા મહિનામાં કંપનીએ એક પણ કારનું વેચાણ સ્થાનિક બજારમાં કર્યું ન હતું.

સરકારનાં નિયમો બાદ ફુલ ફ્લેજમા કામ થશે શરૂ

તેમણે કહ્યું હતું કે, હાલમાં 75 ટકા કર્મચારીઓ સાથે એક જ પાળીના આધારે પ્રોડક્શનનું કામ ચાલુ છે, ભાર્ગવને પૂછવામાં આવ્યું હતું કે, પુરી ક્ષમતા સાછે કામકાજ ક્યાં સુધીમાં શરૂ થશે, તેનાં જવાબમાં તેમણે કહ્યુ હતુકે, તે સરકારનાં નિયમો પર નિર્ભર રહેશે, જેમ કે બે પાળીઓમાં કામ કરવાની પરવાનગી ક્યારે આપવામાં આવશે, કર્મચારીઓની સંખ્યામાં વધારો ક્યારે થશે અને સપ્લાય ચેન ક્યારે સુવ્યવસ્થિત થશે.

હરિયાણા સરકારે 22 એપ્રિલે આપી હતી મંજૂરી

તેમણે કહ્યું કે તેમાં ઘણા પરિબળો સામેલ છે. ગુરુગ્રામ પ્લાન્ટ શરૂ કરવા વિશે તેમણે કહ્યું કે, “ત્યાં કાર્ય શરૂ થશે, પરંતુ હજી સુધી શરૂ થયું નથી.” હરિયાણા સરકારે 22 એપ્રિલે કંપનીને માનેસર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ કંપનીએ કહ્યું હતું કે તે ત્યારે જ કામગીરી શરૂ કરશે જ્યારે વાહનોના ઉત્પાદન અને વેચાણ સંભવ બને.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!