GSTV
Home » News » Altoને પછાડી મારુતિ સુઝુકીની આ કાર બની નંબર-1, જુઓ ટૉપ-10નું લિસ્ટ

Altoને પછાડી મારુતિ સુઝુકીની આ કાર બની નંબર-1, જુઓ ટૉપ-10નું લિસ્ટ

મારૂતિ સુઝુકી ઈન્ડિયાની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર ભારતમાં જુલાઈમાં ખુબજ વેચાણ થનાર કાર બની છે. ડિઝાયર જુલાઈમાં એન્ટ્રી લેવલ કાર અલ્ટોને પાછળ રાખી દીધી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર 25,647 યુનિટ્સના વેચાણ સાથે ડિઝાયર ટોપ-5માં સ્થાન પામી છે. જ્યારે આ મહિનામાં આ જ મોડલના 14,703 યુનિટ્સનું વેચાણ થયુ છે.

તો બીજી બાજુ અલ્ટોની વાત કરીએ તો જુલાઈમાં 23,371 યુનિટ્સના વેચાણ સાથે બીજા નંબર પર પહોંચી ગઈ હતી. જ્યારે ગત વર્ષે અલ્ટો કારના 26,009 ત્યારે આ કાર નંબર-1 પર હતી.મારૂતિ સુઝુકીનું પોપ્યુલર હેચબેક સ્વીફટ જુલાઈમાં 19,993 યુનિટ્સના વેચાણ સાથે ત્રીજા નંબર પર પહોંચી ગઈ હતી.જ્યારે ગત વરસે આ કારના 13,738 મોડલ વેચાયા હતા અને રેન્કીગમાં 6ઠા ક્રમાંક પર હતી.

આ સાથે ચોથા નંબરની વાત કરીએ તો એમએસઆઇની પોપ્યુલર બલેનોએ પોતાનું સ્થાન બનાવ્યુ હતુ. ગત વર્ષે આ કારના 19,153 મોડલ વેચાયા હતા, તેના વેચાણે બીજું સ્થાન મેળવ્યું હતુ. છઠ્ઠા સ્થાન પર જે કારે પોતાની જગ્યા બનાવી છે તેમાં એમએસઆઇની જ એસયુવી વિટારા બ્રીજાનું નામ છે. ગત મહિને એક જ માસમાં આ કારના 14,181 મોડલ વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ કારના 15,243 યુનિટ્સ વેચાયા હતા.

તે પછી PV બનાવતી અન્ય મોટી કંપની Hyundaiનું નામ છે. કંપનીના ત્રણ મોડેલ Elite i20, Grand i10 અને Cretaએ અનુક્રમે સાતમું, આઠમું અને નવમું સ્થાન મેળવ્યું છે. અંતે વાત કરીએ હોન્ડા કાર્સની તો તાજેતરમાં જ લૉન્ચ થયેલી Amaze દસમા ક્રમે સ્થાન મેળવ્યું છે.

Related posts

World Rich List: દેશમાં દર મહિને બન્યા ત્રણ નવા અબજોપતિ, મુકેશ અંબાણી એશિયા-ભારતમાં સૌથી અમીર

Bansari

બજેટમાં રૂપાણી સરકારે દુકાનદારોને કર્યા ખુશ : 30 લાખથી વધુ લોકોને થશે સીધો ફાયદો

Mansi Patel

BUDGET 2020 : જો પશુપાલનનો વ્યવસાય કરો છો અને આ જાતની તમારી પાસે છે ગાય, તો સરકારે ફાળવી છે મોટી રકમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!