GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ભારતમાં મારુતિનું વેચાણ ઘટના આ કંપનીને મૂલ્ય બે અબજ ડોલર ઘટ્યું

ભારતથી હજારો માઇલ દૂર સુઝુકીના શેરનો ભાવ ઝડપથી તળિયા તરફ ગતિ કરી રહ્યો છે, કારણ કે ભારતીયો કારના શો રૂમથી દૂર થઈ રહ્યા છે. શેરનો ભાવ સોમવાર 4.3 ટકા અને મંગળવારે 3.3 ટકા ઘટ્યો હતો અને ભારતમાં કારની ઘટેલી માંગના લીધે તેના મૂલ્યમાંથી બે અબજ ડોલરની રકમ પૂરી થઈ ગઈ છે.

ભારતમાં કારની માંગ ઘટતા ભારતીય ભાગીદાર મારુતિના નફા પર અસર પડી રહી છે. ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ માંગના અભાવે સળંગ પાંચમાં મહિને ઉત્પાદનમાં કાપ મૂક્વો પડ્યો છે. ભારતમાં તેનું ઉત્પાદન 15 ટકા ઘટ્યુ છે, જ્યારે નાની કારની માંગ મહિના અગાઉની તુલનાએ 15 ટકા ઘટી છે. મારુતિનો શેર 4.8 ટકા ઘટતા સોમવારે તેનું બજારમૂલ્ય 7,000 કરોડ ઘટ્યું હતું.

જેપી મોર્ગને જણાવ્યું હતું કે વેચાણના વર્તમાન વાતાવરણમાં અમે ભારતમાં સ્થાનિક કારના વેચાણના અંદાજમાં ઘટાડો નોંધાયો છે. તેના લીધે સુઝુકીને ફટકો પડશે, કારણ કે ભારત તેના વૈશ્વિક વેચાણના વોલ્યુમમાં અડધા ઉપરાંતનો હિસ્સો ધરાવે છે.

બધા ભારતીય કાર ઉત્પાદકોએ જુનમાં વેચાણમાં 18.8 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તેઓએ સળંગ આઠમાં મહિને ઘટાડો નોંધાવ્યો હતો અ છેલ્લા 18 વર્ષનો આ સૌથી ખરાબ ઘટાડો હતો, એમ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના આંકડા જણાવે છે. સપ્ટેમ્બર 2001માં ટેક બબલ ફૂટતા વૈશ્વિક અર્થતંત્ર કામચલાઉ ધોરણે ઘટ્યુ હતુ અને વેચાણ 21.91 ટકાના દરે ઘટ્યા હતા.

કાર વેચાણમાં વર્તમાન નરમાઈના લીધે વ્યાપક પાયા પર આર્થિક નરમાઈ જોવા મળી છે. નોકરીઓનો અભાવ છેઅને છેલ્લા કેટલાક વર્ષમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો થયો છે. તેનો પ્રારંભ નવેમ્બર 2016માં લાદવામાં આવેલી નોટબંધી અને પછી અમલી કરવામાં આવેલા જીએસટીના લીધે થયો હતો.

Read Also

Related posts

મોબાઈલની બેટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે? આ ઉપાયો કરીને વધારો બેટરીની લાઈફ

Arohi

5 હજારનું બજેટ હોય તો આ સ્માર્ટફોન્સ છે બેસ્ટ ઓપ્શન, ઓછી કિંમતે મળશે દમદાર ફિચર્સ

Dilip Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!