GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

લઈ આવો ઘરે નવી ટોયોટા Glanza કાર અને 5 વર્ષ પછી મેળવો અડધાથી વધુ કિંમત પાછી

ટોયોટાએ તેની મોસ્ટ અવેટેડ પ્રીમિયમ હેચબેક કાર ગ્લેન્ઝા લોન્ચ કરી છે. ગ્લેન્ઝાની ખાસ વાત એ છે કે તે મારુતિ બલેનોનનું રિબેઝ વર્ઝન છે. જેના પર ટોયોટોએ પોતાનો બેઝ લગાવ્યો છે. પરંતુ આ કાર બલેનોથી 72 હજાર રૂપિયા સસ્તી છે. કંપની આ કાર પર 68 ટકા પાછા આપી શકે છે.

ટોયોટા ગ્લેન્ઝાને ચાર વેરિયન્ટ સાથે વેચવામાં આવી રહી છે, જેમાં શરૂઆતમાં DuelJet 1.2ની કિંમત 7.21 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે બલેનોનું આ જ વેરિયન્ટ Zeta MTને કિંમત 7.93 લાખમાં વેચે છે. ગ્લેન્ઝાના ટોપ વેરિયન્ટની કિંમત 8.90 લાખ રૂપિયા છે. ગ્લેન્ઝા પર ટોયોટા 3 વર્ષ અથવા 1 લાખ કિમી પર વોરંટી આપી રહ્યા છે. અને મારુતિ નેક્સાથી વેચનારી બલેનો 2 વર્ષ અથવા 40 હજાર કિમીની વોરંટી આપવામાં આવે છે. સાથે જ ટોયોટા ગ્લેન્ઝા પર વધારાની 2.2 લાખ કિમી અથવા 5 વર્ષનો એક્સિડેન્ટ વોરંટી પણ મળશે.

વધુમાં ગ્લેન્ઝા પર 7 વર્ષનું ટોયોટા ટાઈમલેસ વોરંટી પેકેજ પણ મેળવી શકાય છે. ખાસ વાત તો એ છે કે ટોયોટા ગ્લેન્ઝા પર 68 ટકા રિસેલ વેલ્યૂ પણ મળે છે. ટોયોટા તેની બધી કારોમાં 68 ટકા સુધીની રિસેલ વેલ્યૂ ઓફર કરે છે. જો તમારી પાસે ટોયોટા ગાડી છે, તો તમારી ગાડી 5 વર્ષ ચાલ્યા બાદ 68 ટકા જેટલા પૈસા પાછા મળી શકે છે.

જેમાં કેટલાક નિયમો અને શરતો પણ લાગુ છે. જો આ પ્લાન દરમિયાન તમે ટોયોટા ગ્લેન્ઝા શરૂઆતની વેરિયન્ટ 7.21 લાખ રૂપિયામાં ખરીદી છે, તો તમે પાંચ વર્ષ પછી આ કાર વેચશો તો તમને 4.90 લાખ રૂપિયા પાછા મળશે. જોકે આ ઓફર વ્હિકલનું મોડલ, પરચેસ અથવા રિસેલ લોકેશન પર નિર્ભર કરે છે. આ ઉપરાંત માર્કેટ પ્રાઈસ, રજિસ્ટ્રેશન ઈયર, કુલ કિમી, કાર કંડિશન, ઈન્શેયોરન્સ વેલિડિટી પર નિર્ભર કરશે.

Read Also

Related posts

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi

હાર્દિક પટેલે ખોડલધામ મંદિરની લીધી મુલાકાત, કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આપી આ પ્રથમ પ્રતિક્રિયા

pratik shah

મહારાષ્ટ્રમાં કોરોનાનાં સૌથી વિક્રમી 8139 કેસ અને 223 લોકોનાં મોત, એક્ટિવ કેસ 1 લાખ નજીક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!