GSTV
Gujarat Government Advertisement

ફરી મોંઘી થઈ મારૂતિ કાર: આલ્ટો, આર્ટિગા પર આટલા રૂપિયાનો વધારો, કંપનીએ 3 મહિનામાં બીજી વખત કિંમત વધારી

maruti

Last Updated on April 18, 2021 by Bansari

જો તમે મારુતિ કાર ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે બજેટ વધારવું પડશે. હકીકતમાં 16 એપ્રિલથી કંપનીએ કેટલાક મોડલ્સના ભાવમાં વધારો કર્યો છે. ગ્રાહકોને હવે કાર ખરીદવા માટે 1.6% સુધી (22,500) વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. ભાવમાં વધારો કારની એક્સ શો રૂમ કિંમતમાં કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવી છે.

કંપનીનું કહેવું છે કે કારમાં ઉપયોગમાં લેવાકા કાચા માલના ભાવ વધવાના કારણે કિંમત વધારવામાં આવી છે. જોકે નવી કિંમત અત્યારે સિલેક્ટેડ મોડેલ પર જ વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં સ્ટીલની કિંમતોમાં 50% સુધીનો વધારો થયો છે. જ્યારે કારમાં ઉપયોગ થતા સેમીકન્ડક્ટર્સથી લઈને બીજા પાર્ટ્સ મોંઘા થયા છે.

કયું મોડેલ કેટલું મોંઘું થયું

ભોપાલના RMJ શોરૂમે આપેલી માહિતી મુજબ અલ્ટો 12,500 રૂપિયા સુધી મોંઘી થઈ છે. આર્ટિગાની કિંમતમાં 22,500 રૂપિયાનો વધારો થયો છે. કંપનીની મિની SUV કહેવાતી એસ-પ્રેસો હવે 7,500 રૂપિયા સુધી મોંઘી થઈ છે. કંપનીએ તેની એરેના શો રૂમ પર મળતી તમામ કારની કિંમતોમાં વધારો કર્યો છે.

કંપની ગત વર્ષે જ ભાવવધારો કરવા ઇચ્છતી હતી

મારુતિ સુઝુકી ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે BS-VI માપદંડના નિયમો ગત વર્ષે એપ્રિલ મહિનાથી અમલમાં આવી ગયા હતા. તેને કારણે અનેક પ્રકારના ખર્ચા કાર નિર્માણમાં જોડાઇ ગયા. અમે કિંમત વધારવાનો વિચાર ગત વર્ષે જ કર્યો હતો, પરંતુ ગત વર્ષે માર્કેટની સ્થિતિ સારી નહતી. હવે કાચા માલ ખાસકરી સ્ટીલ, પ્લાસ્ટિક અને મોંઘાં ધાતુઓની કિંમત ખૂબ જ વધી ગઈ છે.

આ વર્ષે જાન્યુઆરીમાં 34,000 રુપિયા મોંઘી થઈ હતી કાર

18 જાન્યુઆરીના રોજ મારુતુ સુઝુકી ઈન્ડિયાએ તેની કારની કિંમતમાં 34,000 રૂપિયા સુધીની વૃદ્ધિ કરી હતી. ત્યારે અંદાજે તમામ કંપનીઓએ તેમની કિંમતોમાં વધારો કર્યો હતો. ત્યારે પણ કંપનીએ કાચા માલમાં થયેલા વધારાની વાત કહી હતી. મારૂતિએ 3 મહિનાના સમયગાળામાં બીજી વખત કિંમતમાં વધારો કર્યો છે.

કંપનીએ માર્ચ 2021માં કાર પ્રોડક્શનના આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે ગત મહિને 1,72,433 યુનિટ કારનું પ્રોડક્શન થયું હતું. જ્યારે કંપનીએ ગત વર્ષે આ જ સમયગાળામાં 92,540 યુનિટનું પ્રોડક્શન કર્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

અગત્યનું/ 31મે સુધી બેંક એકાઉન્ટમાં રાખવા પડશે આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન

Bansari

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!