પિતાએ જ્યુસ વેચીને બનાવ્યો હતો CRPF જવાન, હોળી પર ઘરે આવવાની ફોન પર કરી વાત અને…

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં બિહારના રહેવા વાળા જવાન રતન ઠાકુર પણ શહીદ થઈ ગયા છે. જ્યારે તેમના ઘરે શહીદીના ખબર પહોંચી ત્યારે તેમના ઘરે શોક છવાઈ ગયો. પિતા નિરંજન ઠાકુર ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમણે જણાવ્યું કે તેમનો એક જ પુત્ર છે જેને તેમણે ખુબ જતનથી ઉછેર્યો છે.

દીકરાને ભણાવવા માટે મેં મજુરી કરી, રસ્તાઓ પર જ્યુસ વેચ્યુ, કપડા વેચ્ચા પરંતુ હવે બધુ ખતમ થઈ ગયું. આતંકિઓએ મારા દિકરાને મારી લાખ્યો. તેમણે જણાવ્યું કે રતન ભણવામાં સારો હતો. તે 2011માં સીઆરપીએફમાં ભર્તી થયો. તેની પહેલી પોસ્ટિંગ ગઢવામાં થઈ.

તેની નોકરી લાગી પછી અમારી ગરીબી દુર થઈ રહી હતી. ધીરે ધીરે દરેક વસ્તું સરખી થઈ રહી હતી. પરંતુ હવે તેના શહીદ થયા બાદ અમે કોના સહારે જીવીશું.

શહીદ રતનની પત્ની રાજનંદનીએ જણાવ્યું કે રતનનો બપોરે ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તે શ્રીનગર જઈ રહ્યા છે. રાત્રે વાત કરશે, હું તેમના ફોનની રાહ જોતી રહી.

પછી અને ટીવીમાં જોયું કે આતંકવાદી હુમલો થયો છે. પછી થોડા જ સમય બાદ તેમની ઓફિસથી ફોન આવ્યો કે રતન શહીદ થઈ ગયા છે.

પિતા નિરંજને જણાવ્યું કે રતનની પત્ની ગર્ભવતી છે. ફોન પર વાત થઈ ત્યારે તેણે હોળી પર ઘરે પાછા ફરવાની વાત કરી હતી. તેમનો એક ચાર વર્ષનો દિકરો પણ છે. તેને પિતાના શહીદ થવાની જાણ પણ નથી તેને પુછવામાં આવતા તે કહે છે કે પાપા ડ્યુટી પર છે. તે હવે આવશે એટલે રમકડાં લઈને આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter