જ્યારે સાથી જવાનોને શહીદ કુલવિંદરની ઓળખ સગાઈની વીટીથી કરવી પડી

14 ફેબ્રુઆરી 2019. દેશ કોઈ દિવસ ભૂલી ન શકે તેવો દર્દ મળ્યો છે. જ્યારે પણ 14 ફેબ્રુઆરી આવશે ત્યારે દેશના તમામ વ્યક્તિની અંદર એક જૂનુન સવાર થઈ જશે, આંખો ભીની થઈ જશે. જમ્મુ કાશ્મીરના પુલવામાં જે આતંકી હુમલો થયો તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. પુલવામામાં જે વિસ્ફોટ થયો તેનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, થોડીવારમાં બસ હતી નહોતી થઈ ગઈ. જેની તસવીર જ્યારે સામે આવી ત્યારે આત્મા કાંપી ઉઠી. લોકોના હાથ પગ ઠંડા થઈ ગયા.

આ શહીદ થનારા જવાનોમાંથી એક જવાનનું નામ છે કુલવિંદર સિંહ. તેમના દેહની હાલત એવી હતી કે ઓળખાણ કરવી પણ મુશ્કેલ થઈ પડી હતી. ઓળખ થઈ તો બસ તેમની સગાઈની વીટીથી. થોડા સમય પહેલા જ આ વીરની સગાઈ થઈ હતી. ઘરના લોકોએ 8 નવેમ્બરે લગ્ન નક્કી કર્યા હતા. નવું ઘર બનાવવાની પણ તૈયારીઓ ચાલું હતી. પણ તેમના શહીદીની ખબર મળતા જ આખા ઘરમાં એક ચીખ ગુંજી ઉઠી. માત્ર ઘરમાં જ નહીં આખુ ગામ શોકગ્રસ્ત થઈ ગયું. કુલવિંદર પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. 10 દિવસની રજા બાદ 11 ફેબ્રુઆરીએ તે ડ્યૂટી પર પરત ફર્યો. કુલવિંદર સિંહ શહિદ થતા ગામનાં કોઈ પણ વ્યક્તિએ ચૂલો નથી સળગાવ્યો.

કુલવિંદર સિંહના પિતા દર્શન સિંહ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘12 ફેબ્રુઆરીએ મેં મારા દિકરા સાથે છેલ્લી વખત વાત કરી હતી. દિકરાએ કહ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે. સારી રીતે તેણે ડ્યૂટી જોઈન કરી લીધી છે.’ કુલવિંદરે પોતાના ઘરમાં થઈ રહેલા રંગોરોગાનની પણ જાણકારી લીધી. પિતાને પૂછ્યું કે, કામ કેવું ચાલી રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ કુલદિપે પોતાની મંગેતર સાથે વાત કરી હોવાની પણ વાત સામે આવી છે. આ વાતમાં તેમણે લગ્નની તૈયારીઓ વિશે જાણકારી દીધી. પણ હવે તો તમામ અરમાનો અધૂરા રહી ચૂક્યા છે.

24 ડિસેમ્બર 1992ના રોજ જન્મેલા કુલવિંદર ધોરણ 12 પાસ હતો. 12 પાસ પછી તેણે આઈટીઆઈ કર્યું હતું. આઈટીઆઈ કર્યા બાદ 21 વર્ષની ઉંમરમાં જ તેઓ સીઆરપીએફમાં ભરતી થઈ ગયા હતા. તેમના પિતા ડ્રાઈવર હતા. કુલદિપની ઈચ્છા હતી કે તે માતા પિતાના તમામ અરમાનો પૂર્ણ કરે. વૃદ્ધત્વ આવે ત્યારે માતા પિતાની લાકડી બને. પણ હવે આવું ક્યારે નહીં બને. કુલવિંદરની શહાદતની ખબર આવતા જ આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. કોઈને પણ પોતાના કાન પર ભરોસો નહોતો બેસતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter