GSTV

કોરોનાકાળમાં લગ્ન કરવા જઈ રહ્યા છો? તો પહેલા આ વાતોનું જરૂર રાખજો ધ્યાન, નહીતર આવશે પસ્તાવાનો સમય

કોરોના વાયરસે દુનિયાભરના લોકોને પરેશાન કરી રાખ્યા છે. જેના કારણે લોકો પોતાની ઘણી બધી વસ્તુઓને સ્થગિત કરી રહ્યા છે. કોરોના સંક્રમણના કારણે કેટલાક મહીના પહેલા લોકો લગ્નોને ટાળી રહ્યા હતા, પરંતુ આગામી મહીનાઓથી ફરી એક વખત લગ્નની સીઝન શરૂ થવા જઈ રહી છે. નવેમ્બર અને ડિસેમ્બર મહીનામાં લોકો કોરોના પરિસ્થિતિની વચ્ચે જ લગ્ન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. લોકો લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા છે. એવામાં તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જો તમે લગ્ન કરી રહ્યા છો તો તમારા લગ્નમાં કોઈપણ પ્રકારની કોઈ પરેશાની ન થાય અને કોરોનાકાળમાં સરુક્ષિત રહેતા લોકો પોતાના લગ્નની મજા પણ માણી શકે.

સરકારના નિયમોનું પણ પાલન કરવું પડશે

ન્યૂ નોર્મલમાં આગામી દિવસોમાં ઘણા બધા લગ્નો થવા જઈ રહ્યા છે. એવામાં હાજર પરિસ્થિતિમાં તમારે લગ્ન દરમિયાન ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. જેથી તમારા લગ્ન સુરક્ષિત માહોલમાં થઈ શકે અને લોકો તેમાં સારામાં સારી રીતે એન્જોય પણ કરી શકે. સાથે જ સરકારના નિયમોનું પણ પાલન કરવું પડશે. તો આવો અમે તમને જણાવીશું કે, કોરોનાકાળમાં થઈ રહેલા લગ્નમાં તમારે કંઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે.

વેન્યૂ

જો તમે કોરોનાકાળમાં લગ્ન કરી રહ્યા છો તો એવામાં તમારી પાસે લિમિટેડ વેન્યૂ ઓપ્શન્સ હાજર હશે. તેથી તમારે સૌ પ્રથમ તેનું ધ્યાન રાખવું પડશે. પોતાના બજેટ પ્રમાણે તમે ઘરના લોકોની સાથે મળીને વેન્યૂને પસંદ કરી શકશો. તે સાથે જ તમે આ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલ દિશા-નિર્દેશોનું પણ પાલન કરો. વેન્યૂની સાફ-સફાઈનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો.

ફંક્શન્સ

દરેક લગ્નમાં ઘણા બધા ફંક્શન્સ હોય છે, પરંતુ કોરોનાના કારણે લોકોએ પોતાના ફંક્શન્સમાં ઘટાડો કરી દીધો છે. જો તમારા આખા ફંક્શન્સ થવાના છે તો એવામાં તમને બસ તમારે તેની તૈયારી સારી રીતે કરવી જોઈએ. તમે બંને પરિવાર મળીને ફંક્શન્સની યાદી બનાવો જેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકશે. મેહંદી, હલ્દી અને સંગીતના ફંક્શન્સ તમે ઘર પર જ કરી શકો છો. તેનાથી તમારે વધારે મેહનત કરવી પડશે નહી અને તમે સુરક્ષિત રહેતે તેની મજા માણી શકશો.

ગેસ્ટ લિસ્ટ

લગ્ન એક એવો પ્રસંગ હોય છે, જેમાં તમે ઈચ્છો તો પણ ઓછા લોકોને બોલાવી શકતા નથી. એવામા જો તમે કોરોનાકાળમાં લગ્ન કરી રહ્યા છો તો પોતાની ગેસ્ટ લિસ્ટ વિચારી સમજી તૈયાર કરો. બંને પરિવારના લોકો મળીને માત્ર તે લોકોને જ બોલાવો જે તમારી એકદમ નજીક છે. કારણ કે, આ સમયે ભીડ એકઠી કરવી સારુ નહી. લગ્નના અલગ-અલગ ફંક્શનમાં અલગ-અલગ લોકોને ઈન્વાઈટ કરો. આ પ્રકારે વધારેમાં વધારે લોકો તમારા લગ્નનો ભાગ બની શકશે.

કેટરિંગ

આ મહામારી દરમિયાન આ લગભગ સૌથી મુખ્ય અને મુશ્કેલ ડિપાર્ટમેન્ટ છે જેની પ્લાનિંગ ખૂબ જ સમજી-વિચારી કરવાની રહેશે. તમે ત્યાંની જ એક કેટરિંગ બુક કરો જે તમારા હિસાબથી સફાઈનું ધ્યાન રાખી ખાવાનું બનાવતી હોય. તે સાથે જ સેલ્ફ-સર્વિસ કાઉંટર્સનો વપરાશ કરો. તમે ઈચ્છો તો જમવાના કાઉંટ્રસની જગ્યાએ મેહમાનો માટે પેક્ડ ફૂડ બોક્સની પણ વ્યવસ્થા કરી શકે છે.

સેનિટાઈઝર

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વર્તમાન સમયમાં ભોજન અને ડ્રિંક્સનું કાઉન્ટર ભલે ન હોય, પરંતુ સેનિટાઈઝરનું કાઉન્ટર ખૂબ જ જરૂરી છે. જ્યાંથી બધા લોકોની એન્ટ્રી થશે, તો પણ તમે સેનિટાઈઝર લગાવી દો. તે સાથે જ લોકોને ફેસ માસ્ક ઓળખવાની સલાહ આપે. લગ્ન દરમિયાન ઘણી જગ્યાઓ પર સેનિટાઈઝર રાખો જેથી લોકો તેનો વપરાશ સરળતાથી કરી શકશો.

READ ALSO

Related posts

મણિનગરની ખાનગી સ્કૂલની બેદરકાર સામે આવી, વાલીઓની ભીડ જોવા મળી શાળા પર

pratik shah

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!