GSTV
Trending ગુજરાત

ચકચારી કિસ્સો/ જાણો શું થયું જયારે પતિ પત્ની સામે આવેલી વોએ કહ્યું, હું પણ હવે અહીંયા જ રહીશ

પતિ

અમદાવાદમાં હાઈવોલ્ટેજ ડ્રામાં જોવો મળ્યો જયારે પતિ પત્ની સામે વો આવી ગઈ. એક હોટલમાં પ્રેમિકા પોતાના પ્રેમીના જન્મદિવસ પર મળવા પહોંચી હતી. આ વચ્ચે પ્રેમી અને પ્રેમિકામાં ઝગડો થઇ ગયો અને પ્રેમી ગુસ્સામાં હોટેલ છોડી પોતાના ઘરે જતો રહ્યો. પ્રેમીને એ વાતની જાણ પણ ન થઇ કે પ્રેમિકા એની પાછળ આવી રહી છે. એવામાં પ્રેમિકા પ્રેમીના ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચતા જ પ્રેમિકાએ પ્રેમીની પત્ની સામે આખી પોલ ખોલી નાખી અને ઘરમાં સાથે રહેવાની ઝિદ કરવા લાગી. એનાથી પરેશાન થઇ પ્રેમીની પત્નીએ પોલીસ હેલ્પલાઇન પાસે મદદ માંગી.
   
વિજય અને સ્નેહા (બદલેલા નામ) અમદાવાદના થલતેજમાં રહે છે. એમના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા સમય પછી વિજય કોઈ વાત પર નારાજ થઇ ગયા. સ્નેહા પોતાના ઘરે જતી રહી. તે 6 મહિના પોતાના ઘરે જ રહી. એ દરમિયાન વિજય કોઈ ઓળખ સુરતમાં રહેતી મમતા(બદલેલ નામ) સાથે થઇ ગઈ. થોડા જ દિવસમાં બંને વચ્ચે અફેર શરુ થઇ ગયું.

પતિ

ઝગડાના કારણે સામે આવ્યું અફેર

આ સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જયારે ખુલાસો થયો કે મમતા પોતે પણ વિવાહિત છે અને એનો એક બાળક પણ છે. જો કે આ વાત વિજયને પહેલાથી જ ખબર હતી. પોતાના અફેરની વાત બંનેએ છુપાવીને રાખી પરંતુ ઝગડાના કારણે સામે આવી ગઈ. આ દરમિયાન મમતા વિજય અને સ્નેહા સાથે એમના ઘરે રહેવાની ઝિદ પર બેસી ગઈ.

પોલીસના સમજાવ્યા પછી થઇ તૈયાર

સ્નેહાના ફોન પછી પોલીસ પહોંચી. પોલીસે મમતાને વિવાહિત અને એક બાળકની માતા હોવાનો હવાલો આપતા સમજાવી. પોલીસે કહ્યું એના બાળકના ભવિષ્યનું વિચારીને તારે ઘરે પરત જતું રેવું જોઈએ. ઘણું સમજાવ્યા પછી મમતા પોતાના ઘરે પરત જવા માટે તૈયાર થઇ.

Also Read

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah
GSTV