Last Updated on January 16, 2021 by Karan
ખોટી જગ્યાએ લંઘરિયા લગાવવા ક્યારેક ભારે પડી જાય છે. પરીણત પુરુષો માટે ચોંકવનારી ઘટના અમદાવાદમાં જ બની છે. અમદાવાદમાં હાઇવોલ્ટેજ ડ્રામા ત્યારે થયો જ્યારે પતિ પત્નીની સામે પતિની પ્રેમીકા હાજર થઈ ગઈ. હકીકતમાં, અમદાવાદની હોટલમાં એક ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડના જન્મદિવસ પર તેને મળવા માટે પહોંચી, બધું એટલું બરાબર ચાલી રહ્યું હતું કે અચાનક જ બંને વચ્ચે વિવાદ થયો. જેના કારણે પ્રેમી ગુસ્સો કરીને હોટલ છોડીને ઘર તરફ ચાલ્યો ગયો. બોયફ્રેન્ડને પણ ખબર ન પડી કે તેની પ્રેમિકા તેની પાછળ આવી રહી છે. તેવા સંજોગોમાં તેના ઘરે જ પહોંચી ગઈ. ઘરે પહોંચતાની સાથે જ ગર્લફ્રેન્ડએ તેના બોયફ્રેન્ડની પત્નીની સામે આખી પોલ ખોલી નાંખી, અને પછીથી જીદ કરવા લાગી કે હવે તે પણ આ ઘરમાં બંનેની સાથે જ રહેશે. પતિની પ્રેમિકાથી હેરાન રહી ગયેલી પત્નીએ પોલીસ હેલ્પલાઇનની મદદ માંગી હતી.

થોડા દિવસોમાં જ તેમના વચ્ચે ઈલુ ઈલું થવા લાગ્યું
નિતીન અને મોનિકા (નામ બદલ્યું છે) અમદાવાદમાં આવેલ થલતેજના પોષ વિસ્તારમાં રહે છે. તેમના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા સમય પછી જ નિતીન અને મોનિકા વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતાં હતા. એક વખત ઝઘડો વધુ ચાલતાં મોનિકા નીતિનનું ઘર છોડીને તેની મમ્મીના ત્યાં ચાલી ગઈ હતી. 6 મહિના સુધી પિયરમાં રહી હતી. આ દરમિયાન નીતિનની આંખ સુરતમાં રહેતી મમતા (નામ બદલ્યું છે) સાથે થઈ હતી. થોડા દિવસોમાં જ તેમના વચ્ચે ઈલુ ઈલું થવા લાગ્યું.

પ્રેમિકા પોતે છે એક સંતાનની માતા
આ નાટકમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યું જ્યારે ખબર પડી કે મમતા પોતે જ પરિણીત છે અને તેનું એક સંતાન છે. જો કે, નીતિનને આ વાતની પહેલેથી જ ખબર હતી. બંનેએ તેરી બી ચૂપ, મેરી બી ચૂપ તેમના ગેરકાયદેસર પ્રણયની વાતને બધાથી ગુપ્ત રાખી હતી, પરંતુ ઝઘડાને કારણે તેમની આ પાપલીલાનો ભાંડો ફૂટી ગયો. દરમિયાન મમતાએ નીતિન અને મોનિકાના ઘરે રહેવાની જીદ કરી ત્યારે મોનિકાએ આ વાતનો પ્રતિકાર કર્યો.
ખૂબ સમજાવટ પછી અંતે મમતા ઘરે જવા તૈયાર થઈ
મોનિકાના ફોન બાદ પોલીસ હેલ્પલાઈનની ટીમ ઘરે પહોંચી હતી. ટીમે મમતાને તેના લગ્ન હોવાનું અને એક બાળકની માતા હોવાનું જણાવી તેને સમજાવવા પ્રયાસો કર્યા હતા. તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. પોલીસે તેને કહ્યું કે તમારે તમારા બાળકના ભાવિ વિશે વિચાર કરીને ઘરે પાછા ફરવું જોઈએ. ખૂબ સમજાવટ પછી અંતે મમતા ઘરે જવા તૈયાર થઈ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- બહુચરાજીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ટોળકી સક્રિય, સીસીટીવીમાં થઇ કેદ
- હવે મ્યૂઝિક લીગ પણ ચાલશે IPLના રસ્તે! સલામાન ખાન બનશે બ્રાંડ એમ્બેસડર
- ખેડૂતોનો મરો/ બટાટાનાં ભાવમાં 70 ટકાનો ઘટાડો: 10 રૂપિયે કિલો થઈ ગયો છે ભાવ, આ મહિનામાં 29 રૂપિયે કિલો વેચાયા હતા બટાટા
- સરકાર લાવી રહી છે નવી સ્કીમ, ઈસબગુલની ખેતીથી લાખો રૂપિયા કમાવવાનો ખેડૂતો માટે અવસર
- મોદી 8 રાજ્યોમાંથી ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ સુધીની ટ્રેનોને આપશે ગ્રિન સિગ્નલ : આવું ભવ્ય છે કેવડિયાનું રેલવે સ્ટેશન, જોઈ લો તસવીરો
