GSTV
Home » News » આ ચૂંટણીમાં આખી જાન મતદાન કરવા પહોંચી જાય તો નવાઈ ન પામતા

આ ચૂંટણીમાં આખી જાન મતદાન કરવા પહોંચી જાય તો નવાઈ ન પામતા

મીનાર્ક કમૂર્તાની આવતીકાલથી સમાપ્તિ થશે અને જેની સાથે જ લગ્નાદિ માંગલિક કાર્યો થઇ શકશે. આમ, ગુજરાતમાં ઉનાળો, ચૂંટણી, લગ્નસરા એમ ત્રણેય મોસમનું સાથે પ્રભુત્વ જોવા મળશે. જોકે, આ વખતે ૨૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે જ લગ્નનું શુભ મુહૂર્ત હોવાથી ઓછા મતદાનના ભયે ભાજપ-કોંગ્રેસ જેવા પક્ષ તેમજ અન્ય ઉમેદવારોમાં ચિંતા વધી ગઇ છે.

એપ્રિલ માસમાં ચૂંટણી અગાઉ લગ્નના પાંચ મુહૂર્ત છે. લગ્નસરાને લીધે મતદાન ઓછું થાય તેની સંભાવના પણ વધી ગઇ છે. ૧૩થી ૨૦ માર્ચ દરમિયાન હોળાષ્ટક હતા અને ૧૪ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી મીનાર્ક કમૂર્તા હોવાથી લગ્નાદિ માંગકિ કાર્યોનો નિષેધ હતો.

 મીનાર્ક કમૂર્તા આવતીકાલે પૂરા થાય છે જ્યારે લગ્નની સિઝનનનો પ્રારંભ ૧૭ એપ્રિલથી થશે. એપ્રિલ માસમાં ૧૭થી ૨૦, ૨૨થી ૨૪ અને ૨૬થી ૨૮ એમ લગ્નના ૧૦ શુભ મુહૂર્ત છે. આ જ રીતે મે માસમાં ૧૭, જૂન માસમાં ૧૭, જુલાઇમાં ૫, નવેમ્બરમાં ૫, ડિસેમ્બરમાં ૫ મુહૂર્ત છે. આમ, ૨૦૧૯ના વર્ષમાં હવે લગ્નના હવે ૫૯ શુભ મુહૂર્ત છે.

૨૦૧૯માં લગ્નના આગામી શુભ મુહૂર્ત

એપ્રિલ : ૧૭, ૧૮, ૧૯,૨૦,૨૨,૨૩, ૨૪,૨૬, ૨૭, ૨૮. મે : ૬, ૭, ૧૨, ૧૪,૧૫,૧૬,૧૮,૧૯,૨૦,૨૧,૨૩, ૨૫,૨૬,૨૮, ૨૯,૩૦,૩૧. જૂન : ૪,૮,૯,૧૦, ૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭, ૧૯, ૨૦,૨૧,૨૨, ૨૫, ૨૬, ૨૮. જુલાઇ : ૬,૭,૯,૧૦, ૧૧. નવેમ્બર : ૧૯,૨૦,૨૧,૨૩, ૨૮. ડિસેમ્બર : ૧,૨,૩,૫,૬, ૮.

READ ALSO

Related posts

સોનાક્ષીએ આલિયા પાસેથી છીન્યો Dumb હોવાનો તાજ, મીમ્સ થયા વાયરલ

Kaushik Bavishi

ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં આરબીઆઈએ જાહેર મોટી રાહત, બેન્કોએ ચૂકવવી પડશે પેનલ્ટી

Riyaz Parmar

પાટીદાર અનામત આંદોલન : અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો પુંજ કમિશન સામે થયા હાજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!