GSTV
Surat Trending ગુજરાત

લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બનાવ્યા, ગર્ભપાત કરાવીને લગ્નની કરવાની ના પાડીઃ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

લગ્નની લાલચ આપીને છ વર્ષો સુધી યુવતિનું જાતીય શોષણ કરી ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત કરાવનાર આરોપી યુવકે બળાત્કારના ગુનામાં જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે. શાહે નકારી કાઢી છે. ઉન ખાતે મદીના એપાર્ટમેન્ટમાં રહેતા 22 વર્ષીય આરોપી મહેમુદ તસવ્વર શેખ વિરુધ્ધ ભોગ બનનાર યુવતિએ તા.8-11-22 ના રોજ જાન્યુઆરી-2016થી જુન-2022ના સમયગાળા દરમિયાન લગ્નની લાલચ આપીને એકથી વધુવાર શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવ્યા બાદ  ગર્ભપાત કરાવીને લગ્નની કરવાની ના પાડી દેવા અંગે સચીન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

બચાવ પક્ષે કરી આ દલિલ

આ કેસમાં નવેમ્બર-2022થી જેલવાસ ભોગવતા આરોપી મહેમુદ શેખે જામીન આપવા માંગ કરી હતી.આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે ફરિયાદીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં લગ્ન કરવાની ના પાડી હતી.જેથી  ફરિયાદીએ દોઢ લાખ રૃપિયાની માંગણી ન સ્વીકારે તો બળાત્કારની ફરિયાદ કરવાનું જણાવી હાલની ખોટી ફરિયાદ કરી છે.

ભોગ બનનારનુ કોર્ટ સમક્ષ નિવેદન લેવાનું બાકી

ફરિયાદી પોતે પુખ્ત છે અને છ વર્ષોથી પ્રેમસંબંધ રાખીને સ્વેચ્છાએ પોતાની સાથે હરવા ફરવા આવતા હોઈ માત્ર લગ્ન ન કરવાના કારણે હાલની ફરિયાદ કરી છે. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ એ.પંચોલીએ જણાવ્યું હતું કે હાલ ગુનાની તપાસ ચાલુ હોવા ઉપરાંત ભોગ બનનારનુ કોર્ટ સમક્ષ નિવેદન લેવાનું બાકી છે.આરોપીએ લગ્નની લાલચે ફરિયાદીનું શારીરિક શોષણ કરી ગર્ભપાત કરાવ્યો છે.બંને પક્ષકારો વચ્ચે સમજુતી કરાર મુજબ આરોપીએ તા.3-9-22 સુધીમાં લગ્ન કરવાની શરત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી

GSTV Web Desk

શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક

Akib Chhipa

અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી

GSTV Web Desk
GSTV