યુપીના લખીમપુર ખીરીમાં એક જાનમાં નાગિન ડાન્સને લઈને બંને પક્ષોમાં વિવાદ મચી ગયો. લગ્નની ધામધૂમ વચ્ચે જાનૈયાઓના નાગિન ડાન્સથી કન્યા પક્ષના લોકો સાથે માથાકૂટ થઈ જેમાં વિવાદ વકરતાં મારપીટ ચાલુ થઈ ગઈ. નાગિન ડાન્સ તો બાજુ પર રહ્યો પરંતુ વિવાદ વકરતાં મારામારી ચાલુ થઈ ગઈ. જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કલ્લુ નામના વેપારીના નાના ભાઈ ફહનૂરના લગ્ન અલાઉદીનની છોકરી સાથએ નક્કી થયા હતા. 16 માર્ચનીરાત્રે જ્યારે ડીજેના તાલ સાથે જાન લઈને છોકરીના ઘર તરફ રવાના થયા. એ દરમિયાન કેટલાક જાનૈયાઓએ બેંડવાજાવાળાને નાગિન ધૂન વગાડવા કહ્યું. એનાથી જાનમાં શામેલ કેટલાક લોકો નારાજ થયા હતા.
નાગિન ધૂન વગાડતાં બંને પક્ષે કેટલાક લોકોમાં બોલાચાલી ચાલુ થઈ ગઈ. અને એક સામાન્ય વાત મારપીટમાં તબદિલ થઈ ગઈ. એ પછી બંને પક્ષે ધબાધબી બોલાવી દેતાં જાનમાં શામેલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા. મારપીટ પછી જાનમાં ભાગદોડ મચી ગઈ. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બબાલ બાદ જાનમાં શામેલ વડીઓએ સમજાવી કરીને મામલો શાંત પાડી દીધો. એ પછી નિકાહ કરવામાં આવ્યા હતા.
છોકરાના ભાઈ કલ્લુએ આ વાતની જાણ પોલીસને કરી દીધી છે. જાનમાં ગીતને લઈને થયેલા વિવાદમાં મારપીટનો વીડિયો વાયરલ પણ થઈ ગયો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોલીસ તપાસ કરીને દોષીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત