GSTV

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

અમદાવાદમાં ફરી એક લૂંટેરી દુલ્હને એક લગ્ન વાંચ્છુક યુવકને છેતર્યો છે. આ ઘટના છે વેજલપુર વિસ્તારની જ્યાં મિસ્ત્રી કામ કરતા યુવક રાકેશ શર્માએ મહારાષ્ટ્રના ઔરંગાબાદના ગંગાપૂરની પૂજા કોલસે નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લૂંટેરી દુલ્હને લગ્નના બીજા દિવસે જ ઘરેણાં અને પૈસા લઈ ફરાર ગઇ. જેથી છેતરાયેલા યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વાત કરીએ તો થોડા સમય પહેલા એક પરિચિતે યુવકનું ઘર વસે તે માટે લગ્ન કરાવી આપવાનુ જણાવી ઔરંગાબાદના ગંગાપુરમાં રહેતી પૂજા કોલસે અને તેના પિતા જયવંત કોલસે સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ યુવકે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે યુવતીના પરિવારજનોએ આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવી લગ્ન ખર્ચ માટે ૭૦ હજાર રૂપિયા લીધા. લગ્ન કરીને અમદાવાદ આવ્યા અને બીજા દિવસે યુવકને કામ અર્થે બહાર ગયો અને યુવતી ખરીદીના બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ.

READ ALSO

Related posts

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!