GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, 12માં ખેલાડીએ ધૂંઆધાર બેટિંગ કરીને પલટી નાંખી બાજી

ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથના સ્થાને સબસ્ટીટ્યુટ ખેલાડી તરીકે બેટિંગ કરવા માટે ઉતરેલા માર્નસ લાબુશેને ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર માર્નસ લાબુશેને સબસ્ટીટ્યુટ બેટ્સમેન તરીકે આ મેચ રમવા ઉપરાંત 59 રનની ધમાકેદાર ઇનિંગ રમવાની સાથે મેચ ડ્રૉ કરાવામાં મહત્વની ભુમિકા ભજવી.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઇ ખેલાડીના સબસ્ટીટ્યૂટ તરીકે બેટિંગ કરવા ઉતરેલા માર્નસ લાબુશેન પ્રથમ ખેલાડી બની ગયો છે. 1884માં પહેલીવાર સબસ્ટીટ્યૂટ ખેલાડી તરીકે બિલી મર્કે લોર્ડસ ટેસ્ટમાં વિપક્ષી ટીમનો કેચ પકડ્યો હતો. 2005માં સબસ્ટીટ્યુટ તરીકે બ્રેડ ડૉગમાં લીડ્સ વન ડેમાં એન્ડ્ર્યુ સ્ટ્રૉસની વિકેટ લીધી હતી. વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સબસ્ટીટ્યૂટ ખેલાડીનું આ પ્રથમ યોગદા હતું. બ્રેડ ડૉગ મેથ્યુ હેડનના સ્થાને મેદાન પર ઉતર્યા હતાં.

મહત્વનું છે કે એશિઝ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે અને તેના પર આઇસીસીના નવા નિયમ લાગૂ છે. આઇસીસીના નવા નિયમો અનુસાર માથા અથવા ગરદન પર જે ખેલાડીને ઇજા થાય તેના સ્થાને સબસ્ટીટ્યૂટ ખેલાડી બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરી શકે છે. અગાઉ ઇજાગ્રસ્ત ખેલાડીના સ્થાને મેદાન પર ઉતરેલો ખેલાડી ફક્ત ફિલ્ડીંગ કરી શકતો હતો.

જણાવી દઇએ કે લોર્ડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો એક બોલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથના કાનની નીચે ગરદન પર વાગ્યો. જેથી ખેલાડીઓ ગભરાઇ ગયાં. આર્ચરનો બોલ વાગ્યા બાદ સ્ટીવ સ્મિથ તરત જ મેદાન પર ઢળી પડ્યો અને થોડી જ વાર બાદ રિટાયર્ડ હર્ટ થયા બાદ બહાર ચાલ્યો ગયો.

સ્મિથને જ્યારે બોલ વાગ્યો ત્યારે તે 152 બોલ પર 80 રન બનાવી ચુક્યો હતો. સ્મિથ પોતાની સતત ત્રીજી એશિઝ સદીની નજીક પહોંચી ગયો હતો. તે 80 રનના અંગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આર્ચરે 148 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બોલ ફેંક્યો જે તેની ગરદન પર વાગ્યો.

Read Also

Related posts

માથા ફાડતી ગરમીથી હજુ નહી મળે છૂટકારો, 44 ડિગ્રી સાથે આ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર

Bansari

ગાંધીનગરમાં કોરોનાએ લીધો ભરડો, કોવિડ ઓપીડીના ડોક્ટર સહિત 6 પોઝીટીવ કેસ

Bansari

ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે અપાઈ સમાધિ, શ્રધ્ધાળુઓ શોકમાં ગરકાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!