GSTV
Cricket Sports Trending

ડેવિડ વોર્નરને સ્થાન ઓપનિંગ કરવા માટે આ સ્ટાર બેટ્સમેન આતુર, પરિસ્થિતિ મુજબ મેચમાં બેટિંગ કરવા સક્ષમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે ક્રિકેટ સિરીઝની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાનો સફળ ઓપનર ડેવિડ વોર્નર ઘાયલ થયો હતો. આમ તે આ સિરીઝની બાકીની મેચ ઉપરાંત આ જ સપ્તાહથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝમાં પણ રમી શકે તેમ નથી. તેને બદલે ટીમમાં ડી આર્સી શોર્ટને સામેલ કરાયો છે પરંતુ ટીમનો યુવાન અને અત્યંત પ્રતિભાશાળી બેટ્સમેન મેરનસ લબુશેન હવે વોર્નરની ગેરહાજરીમાં કાંગારું ટીમ માટે ઇનિંગ્સનો પ્રારંભ કરવા તૈયાર છે.

ઓપનિંગ કરવાની ઓફર કરવામાં આવશે તો હું તૈયાર છું

મેરનસ લબુશેને જણાવ્યું હતું કે મને આમ કરવાનું કહેવામાં આવશે અથવા તો ઓપનિંગ કરવાની ઓફર કરવામાં આવશે તો હું તૈયાર છું. મને આમ કરવું પસંદ છે. અમે જોઇશું કે આગામી મેચોમાં અમારી ટીમ કેવો દેખાવ કરે છે. પણ હું ઓપનિંગની મજા માણીશ.

બીજી મેચમાં સ્ટિવ સ્મિથ સાથે મળીને લબુશેને સદીની ભાગીદારી નોંધાવી હતી

લબુશેને ઉમેર્યુ હતું કે ચોથા ક્રમે આવીને મારી કામગીરી પરિસ્થિતિનો અભ્યાસ કરીને તે મુજબ બેટિંગ કરવાની છે. ભારત સામેની આ સિરીઝની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરીને બંને મેચ જીતી હતી. બંને મેચમાં કાંગારું ટીમે 374 અને 389 રનના વિશાળ સ્કોર નોંધાવ્યા હતા. રવિવારે રમાયેલી બીજી મેચમાં સ્ટિવ સ્મિથ સાથે મળીને લબુશેને સદીની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન તેણે 61 બોલમાં 70 રન ફટકાર્યા હતા. લબુશેને જણાવ્યું કે હુ રમવા આવ્યો ત્યારે સ્મિથ મજબૂતીથી રમી રહ્યો હતો અને મારે તેને સહકાર આપવાનો હતો. ત્યાર બાદ સ્મિથ આઉટ થયો અને મેં ગ્લેન મેક્સવેલ સાથે મળીને આક્રમક બેટિંગ અપનાવી હતી. આમ મારે પરિસ્થિતિ મુજબ રમવાનું હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV