રાજકોટ તેલ બજારમાં ચૂંટણીની પૂર્વ સંધ્યાએ મગફળીની ધૂમ આવક અને મબલખ ઉત્પાદન અને ભર સીઝન છતાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ।. 20નો વધારો નોંધાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ એ જ ઉંચાઈએ ટકાવી રાખ્યા છે અને રાંધણ ગેસ સહિતની ભાવમાં પણ ગત સમયમાં ઘટાડો કરાયો નથી.

રાજ્યમાં આ વર્ષે મગફળીનું 39 લાખ ટનનું નોંધપાત્ર ઉત્પાદન
સરકારી સૂત્રો અનુસાર રાજ્યમાં આ વર્ષે મગફળીનું 39 લાખ ટનનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે અને હાલ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ 2 લાખ મણથી વધુ મગફળી ઠલવાઈ રહી છે, તેલમિલો ધમધમી રહી છે. આમ છતાં ઉંચાઈ પર ટકાવેલા ભાવમાં આજે વધારો થયો છે, સિંગતેલ 15 કિલો ટીનના રૂ।.ભાવ રૂ. 20 વધીને 2605- 2655એ પહોંચ્યા હતા જ્યારે કપાસિયા તેલમાં રૂ।. 30નો ઘટાડો થયો હતો. પામતેલમાં ડબ્બે રૂ।.૫નો વધારો થયો છે. લોકોમાં કમસેકમ ચૂંટણી પહેલાના સમયમાં મોંઘવારીમાં રાહત મળશે તેવી માન્યતા રહેલી છે પરંતુ, આ વખતે તે પણ ફળીભૂત થઈ નથી.

સૌરાષ્ટ્રના સ્થાનિક સિંગતેલના ભાવ વધવા સાથે પામતેલ અને તેની વચ્ચે તફાવત વધી ગયો અને ભેળસેળની શક્યતા વધવા છતાં રાજકોટ મહાપાલિકાનો ફૂડ વિભાગ જે ગઈકાલ સુધી રોજેરોજ ચાથી માંડીને ચોકલેટ સહિત તમામ વસ્તુમાં ભેળસેળ ચકાસવા નમુના લે છે પરંતુ, ખાદ્યતેલના નમુના લેવાનું શંકાજનક રીતે ટાળવામાં આવ્યુ છે.
READ ALSO
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ