સેન્સેક્સ 6 મહિના બાદ 38 હજારને પાર, જાણો ગુરૂવારે શું સ્થિતિ રહી

ગયા વેપારના દિવસે સુસ્તી બાદ શુક્રવારે ભારતીય શેર માર્કેટમાં ફરી એક વખત પ્રકાશ જોવા મળ્યો છે. પ્રારંભિક વેપારમાં સેન્સેક્સ 250 પોઈન્ટથી વધારે મજબૂત થઈને 38,000ની સપાટી વટાવી ગયો છે. લગભગ 6 મહિના બાદ એવી તક છે, જ્યારે સેન્સેક્સ 38 હજારની સપાટી વટાવી ગયો છે. તો નિફ્ટી પણ મજબૂતીની સાથે 11,400ની નજીક પહોંચી ગયો. નિફ્ટી પર બેંક, ફાઈનાન્શિયલ, આઈટી અને ઓટો શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુરૂવારે શેર બજારની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પ્રારંભમાં 150થી વધારે પોઈન્ટની ઉપર રહ્યું. જોકે, અંતમાં 2.72 પોઈન્ટ અથવા 0.01 ટકાની મામૂલી વધારા સાથે 37,754.89 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 1.55 પોઈન્ટ અથવા 0.01 ટકાની મામૂલી વધારાની સાથે 11,343.25 પોઈન્ટ પર બંધ થયો. વેપાર દરમ્યાન ઈન્ડસઇન્ડ બેંક, યસ બેંક, કોટક બેંક અને એચડીએફસીના શેરમાં 2.84 ટકા સુધીનો વધારો નોંધવામાં આવ્યો. તો બીજી તરફ રીલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક જેવી મોટી કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયાં.

રૂપિયામાં વધારો યથાવત

લોકસભા ચૂંટણી પહેલા વિદેશી રોકાણકારો તરફથી ભારે રોકાણને પગલે રૂપિયામાં સતત તેજી છે. શુક્રવારના વેપારમાં ડૉલરની સરખામણીએ 2 પૈસાના વધારાની સાથે 69.33ના સ્તર પર ખુલ્યો. આ અગાઉ ગુરૂવારે આ ડૉલરની સરખામણીએ 20 પૈસાના વધારા સાથે 69.34 રૂપિયા પ્રતિ ડૉલર થયો. આ બંધ સ્તર 10 ઓગષ્ટ 2018 બાદનું સર્વોચ્ચ બંધ ભાવ છે. તે દિવસે બંધના સમયે વિનિમય દર 68.83 રૂપિયા પ્રતિ ડૉલર હતું. છેલ્લા 4 વ્યાપારી સત્રોમાં રૂપિયામાં 80 પૈસા અથવા 0.8 ટકાનો વધારો થયો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter