GSTV
Business Trending

ભારતીય શેર બજારોમાં એકસાથે અનેક વિક્રમો સર્જાયા, રોકાણકારો માલામાલ બન્યા

ભારતીય શેર બજારોમાં એકસાથે અનેક વિક્રમો સર્જાયા હતા. શેરોમાં ફોરેન ફંડોની અવિરત જંગી ખરીદીના પરિણામે આજે સેન્સેક્સ પ્રથમ વખત 57,000ની સપાટી, નિફટી 17000ની સપાટી ક્રોસ કરીને નવી ઐતિહાસિક ઊંચાઈને આંબી જવા સાથે ઈન્વેસ્ટરો માલામાલ બની જઈ રોકાણકારોની સંપતિમાં એક દિવસમાં જ વધુ રૂ.2.72 લાખ કરોડ અને છેલ્લા ચાર ટ્રેડીંગ દિવસમાં રૂ.8.48 લાખ કરોડનો વધારો થઈ રૂ.250.02 લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયા હતા.

જીડીપી વૃદ્વિ 20.1 ટકા જાહેર

ભારતના જૂન 2021 મહિનાના જીડીપી વૃદ્વિ 20.1 ટકા જાહેર થતાં પૂર્વે અને ચોમાસાની સારી પ્રગતિ સાથે વૈશ્વિક પોઝિટીવ પરિબળોએ આજે ફોરેન ફંડોએ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે શેરોમાં જંગી રૂ.3881 કરોડની ખરીદી કર્યા સાથે બે દિવસમાં રૂ.5081 કરોડની ખરીદી કરીને સેન્સેક્સને 662.63 પોઈન્ટની છલાંગે 57552.30 અને નિફટીને 201.15 પોઈન્ટના ઉછાળે 17132.20ની નવી ઐતિહાસિક ઊંચાઈએ મૂકી દીધા હતા.

ડીમેટ

આ સાથે બે દિવસમાં સેન્સેક્સમાં 1428 પોઈન્ટ અને નિફટીમાં 427 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. ફંડો, રોકાણકારોએઆઈટી-સોફટવેર સર્વિસિઝ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં તેજી કરી હતી. આ સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂત બનતો જઈ આજે વધુ 26 પૈસા વધીને રૂ.73ની ઊંચાઈએ પહોંચ્યો હતો. જે બે દિવસમાં 68 પૈસા વધ્યો છે.

આર્થિક વિકાસને વેગ આપવા સરકારના પગલાં

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા અને કેરળ સહિતના કેટલાક રાજયોમાં ફરી વધતાં સંક્રમણ છતાં આર્થિક વિકાસને વેગ આપવા કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક ઉદારીકરણના પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવતાં અને કોર્પોરેટ ઈન્ડિયાએ પણ સતત નવા પ્રોજેક્ટો, વિસ્તરણ યોજનાઓ થકી ફોરેન ફંડોને રોકાણ માટે આકર્ષિત કરતાં રહેતાં ફંડોનું રોકાણ વધતું જોવાયું છે.

એરટેલનો ટેરિફમાં વધારો કરવાનો સંકેત

બ્રોડબેન્ડ

ભારતી એરટેલમાં કંપનીએ રૂ.21,000 કરોડનો રાઈટ શેરોનો ઈસ્યુ લાવવાનો નિર્ણય લેતાં અને કંપનીએ ટેલીકોમ ટેરિફમાં વધારો કરવાના સંકેત આપતાં ફંડોએ શેરોમાં મોટી ખરીદી કરી હતી.

અલબત 1લી સપ્ટેમ્બરથી શેર બજારોમાં કેશ અને ડેરિવેટીવ્ઝમાં 100 ટકા સુધી માર્જિનના નવા નિયમોનો અમલ થનારો હોઈ ઈન્ટ્રા-ડે ટ્રેડીંગ વોલ્યુમમાં ઘટાડો થવાની ધારણા વચ્ચે ઘણાં સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં સાવચેતીમાં ઉછાળે વ્યાપક નફારૂપી વેચવાલી નીકળી હતી. જેથી બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ 3497 સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા 1518 અને ઘટનારની સંખ્યા 1692 રહી હતી.

293 શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે 206 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.3881.16 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

કુલ રૂ.22832.93 કરોડની ખરીદી સામે કુલ રૂ.18951.77 કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.1872.40 કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.5991.84 કરોડની ખરીદી સામે કુલ રૂ.7864.24 કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં સતત બીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ તોફાની તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન, રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ વધુ રૂ.2.72 લાખ કરોડ વધીને રૂ.250.02 લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે.

છેલ્લા ચાર ટ્રેડીંગ દિવસમાં જંગી વધારો

આમ બે દિવસમાં શેરોમાં રોકાણકારોની સંપતિ-એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.6.29 લાખ કરોડ અને છેલ્લા ચાર ટ્રેડીંગ દિવસમાં રૂ.8.48 લાખ કરોડનો જંગી વધારો થયો છે. જે સંપૂર્ણ ઓગસ્ટ 2021 મહિનામાં રૂ.14.53 લાખ કરોડનો જંગી વધારો થયો છે.

વૈશ્વિક બજારોમાં એશીયાના દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ 300થી વધુ પોઈન્ટ વધી આવ્યા હતા. જ્યારે યુરોપ, અમેરિકી શેર બજારોમાં સાધારણ નરમાઈ રહી હતી.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV