યુક્રેન પર રશિયાના હુમલા બાદથી વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જારી રહ્યો છે. ભારતીય બજારો પણ સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. આ સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બીજા મોટા ઘટાડા તરફ આગળ વધ્યા હતા. ટાટા મોટર્સનો શેર આજે રૂ. 400ની નીચે ખૂલ્યો હતો અને લગભગ 5.5 ટકાના ઘટાડા સાથે રૂ. 395 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આજે ફરીથી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળશે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 1100 પોઈન્ટથી થોડો નીચે હતો. બજાર ખુલતાની સાથે જ તે 1200 પોઈન્ટથી વધુ તૂટ્યું. થોડીવારમાં તે ઘટીને લગભગ 1,450 પોઈન્ટ પર આવી ગયો. બાદમાં તેમાં થોડી રિકવરી આવી અને સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ લગભગ 1,375 પોઈન્ટ ઘટીને 53 હજાર પોઈન્ટથી ઓછા થઈ ગયો હતો. એ જ રીતે NSE નિફ્ટી લગભગ 400 પોઈન્ટના ઘટાડા સાથે 15,850 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પહેલા ગત સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સ્થાનિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ લગભગ 769 પોઈન્ટ (1.4 ટકા) ઘટીને 54,333 પોઈન્ટ પર હતો. નિફ્ટી પણ 1.53 ટકા ઘટીને 16,245 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગુરુવારે દિવસનો કારોબાર પૂરો થયા બાદ સેન્સેક્સ 366.22 પોઈન્ટ (0.66 ટકા) ઘટીને 55,102.68 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. NSEનો નિફ્ટી પણ 107.90 પોઈન્ટ (0.65 ટકા) ઘટીને 16,498.05 પર બંધ થયો હતો. બુધવારે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે એક સમયે 1000થી વધુ પોઈન્ટના ઘટાડા બાદ સેન્સેક્સ આખરે 778.38 પોઈન્ટ (1.38 ટકા)ના ઘટાડા સાથે 55,468.90 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 187.95 પોઈન્ટ (1.12 ટકા)ના ઘટાડા સાથે 16,605.95 પર બંધ રહ્યો હતો. મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે બજારમાં કારોબાર જોવા મળ્યો ન હતો જ્યારે સોમવારે ભારે ઉથલપાથલ બાદ બજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
READ ALSO:
- ક્યાં જવું છે ? પૂછીને ડ્રાઈવર કેન્સલ કરશે કેબ તો ભરવું પડશે મોટો દંડ, નોટિફિકેશન જારી
- બાપ રે! અમદાવાદીઓ બની રહ્યા છે આ ગંભીર બિમારીનો ભોગ, પૂર્વ વિસ્તારના લોકો આવી રહ્યા છે ઝપેટમાં
- યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેનાએ ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ શેર કરી, કહ્યું -‘રશિયન માતાઓને બતાડો કે તમારા બાળકો શું કરી રહ્યા છે’.
- નવો સ્માર્ટફોન લેવાનો વિચાર હોય તો થોડી રાહ જોઇ લો! iPhoneથી લઇને Samsung 5G સુધી આ 5 ધાંસૂ Smartphone થઇ રહ્યાં છે લોન્ચ
- યુદ્ધના વાદળો વચ્ચે પિયાનો વગાડતી જોવા મળી મહિલા, યુક્રેનની ગલીઓમાં જોવા મળ્યા અદ્દભુદ દ્રશ્યો