શેરબજાર માટે શુક્રવાર ખૂબ જ સારો દિવસ રહ્યો. સેન્સેક્સ 593.31 ઉપર ચઢ્યો અને 55,437.29 ની ઓલટાઇમ હાઇ પર બંધ થયો. જ્યારે, નિફ્ટી પણ 164.70 પોઇન્ટ વધ્યો અને 16,529.10 પોઇન્ટ પર બંધ થયો. આ ઉપરાંત રૂપિયો સપાટ સ્તર પર રહ્યો. તેની કિંમતમાં એક પૈસાનો નજીવો વધારો થયો અને તે ડોલર દીઠ 74.24 (અસ્થાયી) પર બંધ થયો.

આજે શેરબજારમાં પણ જોરદાર શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 55103.44 પર હતો. બીજી બાજુ, નિફ્ટીએ 16,387.50 ના વિક્રમી સ્તરથી શરૂઆત કરી. વૈશ્વિક સ્તરે વધારા સાથે રોકાણકારો આઇટી, બેન્કિંગ, ઓટો અને પાવર સેક્ટરનાં શેરોમાં તેજી જોવા મળી રહી છે. ગુરુવારે સેન્સેક્સ 54,874.10 અને નિફ્ટી 16,375.50 ના રેકોર્ડ સ્તર પર હતો.

પ્રથમ વખત 55 હજારનો આંકડો પાર કર્યો
બીએસઈના 30 શેરોનો સેન્સેક્સ આજે 593.31 પોઈન્ટ (1.08 ટકા) વધ્યો અને પ્રથમ વખત 55,437.29 પોઈન્ટ પર પહોંચ્યો. આ તેનું અત્યાર સુધીનું સૌથી ઉંચું બંધ સ્તર છે. દિવસ દરમિયાન પણ સેન્સેક્સ 55,487.79 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) નો શેર સૌથી વધુ ત્રણ ટકાથી વધુ વધ્યો છે.
16,500ની સપાટી પાર કરી ગયો

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ પ્રથમ વખત 16,500ની સપાટી પાર કરી ગયો. નિફ્ટી 164.70 પોઈન્ટ (1.01 ટકા) વધીને 16,529.10 નાં ઓલટાઈમ હાઈ પર બંધ થયો. દિવસના કારોબાર દરમિયાન નિફ્ટીએ 16,543.60 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ડો. રેડ્ડીઝ અને એનટીપીસીનાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
READ ALSO
- લાંબા આયુષ્ય માટે ફિટ અને સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ આ સારી આદતોનું પાલન કરવું જોઈએ, બીમારીઓ રહેશે દૂર
- સુરતમાં ફરી ફાયરબ્રિગેડ આવ્યું હરકતમાં, રિંગરોડ પર આવેલી અભિષેક માર્કેટને ફાયર સેફ્ટીના અભાવે કરી સીલ
- VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા
- ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી
- રાજ્યની સ્કૂલો-કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, બીજા સત્રમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે