અમેરિકામાં એક પછી એક બેંકોને તાળા લાગતા વિશ્વમાં ફરી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે પરિણામે જેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી જોકે, આજે બજારના અંતિમ દિવસે શુક્રવારે માર્કેટ તેજી જોવા મળી હતી જેના પગલે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેન્સેક્સમાં આજે 350થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 58,000ની નજીક બંધ થયો હતો. નિફ્ટી પણ ઉછાળા સાથે બંધ થઈ હતી.

આજે ભારતીય બજારમાં માર્કેટ અંતિમ દિવસે લીલા નિશાને બંધ થયું છે. બજાર બંધ થવા સુધીમાં 355 અંકોના ઉછાળા સાથે સેન્સેક્સ 57989 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં 114 પોઈન્ટના વધારા સાથે 17,100 પર બંધ થયો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
બજારમાં તેજીના પગલે રોકાણકારોની સંપત્તિમાં શાનદાર ઉછાળો આવ્યો છે. શેરબજારમાં આવેલી તેજીના પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 257.59 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે જે ગુરૂવારે રૂપિયા 256.21 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.38 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં