GSTV
Home » News » મરજાવાંએ મારી લાંબી છલાંગ, પહેલા વીકેન્ડમાં કરી કરોડોની કમાણી

મરજાવાંએ મારી લાંબી છલાંગ, પહેલા વીકેન્ડમાં કરી કરોડોની કમાણી

સિદ્ધાર્થ મલ્હોત્રા-તારા સુતરિયા અને રિતેશ દેશમુખ સ્ટારર મરજાવાં બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સારી ઓપનિંગ પછી ત્રીજા દિવસે ફિલ્મો બમ્પર કલેકશન કર્યું છે. ત્રણ દિવસમાં ફિલ્મે જબરદસ્ત કલેક્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે મરજાવાંનું કલેક્શન શેર કર્યું છે.

ફિલ્મે રવિવારના દિવસે 10.18 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલા દિવસે મરજાવાંનું કલેક્શન 7.03 કરોડ અને બીજા દિવસે 7.21 કરોડ હતું. ત્રણ દિવસનું કલેક્શન ટોટલ 24.42 કરોડ થઈ ગયું છે. વીકેન્ડમાં ફિલ્મનું કલેક્શન શાનદાર છે. મરજાવાંને ક્રિટિક્સ તરફથી નેગેટિવ રિવ્યૂઝ મળ્યા છે.

તેમ છતાં પણ ફિલ્મનું બોક્સઓફિસ કલેક્શન સતત વધી રહ્યું છે. ફિલ્મને 2922 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે, મોટી સંખ્યામાં રિલીઝ થવાનો ફાયદો પણ મળી રહ્યો છે. ફિલ્મને મહારાષ્ટ્ર, ગુજરાત, સીબી બેરાર, ઉત્તર પ્રદેશ, બિહારમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

મરજાવાંના એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની ચોથી સૌથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પહેલા નંબર પર 16.72 કરોડની સાથે એક વિલેન, બીજા નંબર પર 15.20 કરોડના સાથે બ્રધર્સ અને ત્રીજા નંબર પર 9 કરોડની સાથે સ્ટૂડેન્ટ ઓફ ધ ઈયર છે. મરજાવાંનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યું છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ નેગેટિવ રોલમાં છે. તેણે બોને વિલેનની ભૂમિકા નીભાવી છે. ત્યારે સિદ્ધાર્થ અને તારા સુતરિયાની ફ્રેશ જોડી લોકોને પસંદ આવી રહી છે.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!