GSTV
Photos Trending

Maria Sharapova / 18-19 નહીં, 36 વર્ષની છે આ સુંદર મહિલા ખેલાડી, જુઓ PHOTO

Maria Sharapova: મારિયા શારાપોવા (Maria Sharapova) અત્યાર સુધીની સૌથી પ્રસિદ્ધ ટેનિસ ખેલાડીઓમાંથી એક છે. તેણે તાજેતરમાં મિયામીમાં વર્લ્ડવાઈડ બિઝનેસ સમિટમાં હાજરી આપી અને કેટલાક ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

આ ફોટોસમાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે. મારિયા શારાપોવા 36 વર્ષની ઉંમરે પણ ઘણી ફિટ છે. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે તે આટલી ફિટ કેવી રીતે રહે છે? શારાપોવાએ એક ઈન્ટરવ્યૂમાં જાતે પોતાની ફિટનેસનું રાજ ખોલ્યું હતું.

શારાપોવાએ થોડાક વર્ષ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના કેટલાક સ્વાસ્થ્ય રહસ્યોને શેર કર્યા હતા. શારાપોવાએ કહ્યું કે સ્કિન કેયર તેના માટે ખૂબ જ જરૂરી છે. તે તડકામાં ખૂબ જ બહાર રહે છે, માટે તેને આનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. તેના માટે તે માઈક્રોડર્માબ્રેશનનો સહારો લે છે.

શારાપોવાએ પોતાના કેટલાક પસંદગીના વર્કઆઉટ પણ શેર કર્યા હતા. શારાપોવા કહે છે કે તે નિયમિત રીતે વર્કઆઉટ કરે છે. ‘હું મારા ટ્રેનર કે મારા એક કોચ સાથે દિવસમાં છ કલાક માટે સપ્તાહમાં પાંચ કે છ વાર ટ્રેનિંગ લે છે.’

મારિયા શારાપોવા (Maria Sharapova) સ્વસ્થ ખાવાનું ખાય છે. જો કે, તે સંતુલનમાં પણ વિશ્વાસ કરે છે. શારાપોવાએ ઈન્ટરવ્યુમાં પોતાના ગો-ટૂ મીલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે નાસ્તામાં ટોસ્ટ, પનીર, હૈમનો એક ટુકડો, અને ફળ ખાય છે. બપોરના ખાવમાં સૂપ અને રાતના ખાવામાં માછલી, ભાત કે પછી શાકભાજી.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV