GSTV
News Trending World

સૌથી વૃદ્ધ જીવિત મહિલા તરીકે મારિયા બ્રાન્યાસનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું, બંને વિશ્વયુદ્ધના રહ્યાં છે સાક્ષી

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે લોકો ઘણી મહેનત કરે છે પરતું સ્પેનિશ મૂળની મહિલા મારિયા બ્રાન્યાસ મોરેરાને માત્ર જીવિત રહેવા માટે પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. મોરેરાનું નામ સૌથી વૃદ્ધ જીવિત મહિલા તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.

21મી જાન્યુઆરી 2023ના રોજ મારિયા મોરેરા 115 વર્ષ 323 દિવસની છે. વર્ષ 2019માં કોરોના મહામારી આવી હતી જોકે તેના 100 વર્ષ પહેલા 1918માં આજ પ્રકારનો એક ફ્લુ પેલાયો હતો અને મોરેરા તેના સાક્ષી હતા. મોરેરા નામની આ વૃદ્ધ મહિલાએ બંને વિશ્વ યુદ્ધના પણ સાક્ષી રહ્યાં છે.

ભારતમાં સ્વતંત્રતા પહેલા જન્મેલા લોકો પોતાને મોટી ઉંમરના વ્યક્તિ માને છે પરતું મોરેરાની ઉંમર વિશે શું કહેશો. તેમંનો જન્મ 4 માર્ચ 1907ના રોજ કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસકોમાં થયો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેની વેબસાઈટ પર વિશ્વની સૌથી વૃદ્ધ વૃદ્ધ જીવિત મહિલાતરીકે  મોરેનાના નામની જાહેર કરી છે. તેમના પહેલા આ દરજ્જો ફ્રાન્સની લ્યુસિલ રેન્ડન પાસે હતો. જેમનો 17મી જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું. મૃત્યુના સમયે તેમની ઉંમર 118 વર્ષ અને 340 દિવસ હતી.

મોરેરાનો જન્મ સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો

મોરેરાનો જન્મ સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો, કારણ કે તેમના જન્મના થોડા સમય પહેલા તેમનો પરિવાર મેક્સિકોથી યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યું હતું. મોરેરાના જન્મના થોડા સમય પછી પરિવારે તેમના વતન સ્પેન પરત ફરવાનું નક્કી કર્યું. વર્ષ 1915માં પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું, જેના કારણે એટલાન્ટિકમાંથી પસાર થતું તેમનું જહાજ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

મોરેરાની સૌથી નાની પુત્રીની ઉંમર 78 વર્ષની છે

મોરેરાનું લગ્નજીવન ચાર દાયકા સુધી ચાલ્યું હતું. તેમના પતિનું 72 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને ત્રણ બાળકો હતા, જેમાંથી એકનું અવસાન થયું છે. તેમના 11 પૌત્રો છે. મોરેરાની સૌથી નાની પુત્રી 78 વર્ષની છે. તેણે તેની માતાના લાંબા આયુષ્યનો શ્રેય તેના આનુવંશિક ગુણોને આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, મોરેરાને ક્યારેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. કોવિડ હોવા છતાં તેમણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધી અને સામાન્ય દિનચર્યા સાથે બીમારીને હરાવવામાં સફળ રહ્યાં હતા.

Also Read

Related posts

આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’

Kaushal Pancholi

કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું

Kaushal Pancholi

રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક

Hina Vaja
GSTV