GSTV
Home » News » મર્દાની-2 અને ધ બોડી વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જુઓ બંને ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન

મર્દાની-2 અને ધ બોડી વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જુઓ બંને ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન

બોલિવુડ એકટ્રેસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2 આ શુક્રવારે રિલિઝ થઇ ચુકી છે. આ ફિલ્મનું ટ્રેલર જોઇને ચાહકો ઘણા ઉત્સાહિત હતા. તેમજ આ ફિલ્મની રાહ પણ જોતા હતા. સમાજમાં મહિલાઓની સુરક્ષા અને લૈંગિગ અસમાનતા જેવા મુદ્દાઓ પર જાગૃકતા વધારતી આ ફિલ્મ લોકોની ઉમ્મીદો પર ખરી ઉતરી છે. આ ફિલ્મની સ્ટોરી એવા અપરાધિને પકડવાની છે, જે મહિલાઓની વિરુદ્ધ ક્રુરતાની સાથે અપરાધને અંજામ આપે છે.

આ ફિલ્મ સાચા સમયે રિલીઝ કરવામાં આવી છે. દર્શકોને આ ફિલ્મ શરુઆતથી અંત સુધી તેમની સીટો પર બાંધી રાખે છે. રાની મુખર્જીએ ફરી એકવાર પોતાની દમદાર એક્ટિંગ દર્શાવી છે. સામાન્ય રુપથી સમાજમાં મહિલાઓ વિરુદ્ધ સતત હિંસા વધી રહી છે. જેને જોતા લાગે છે આ ફિલ્મને આ સમયે જ રિલીઝ થવાનું હતુ. આ ફિલ્મમાં રાની મુખર્જી સિવાય વિશાલ જેઠવાએ પણ ખેંચ્યુ છે જે ફિલ્મમાં ખુંખાર વિલન છે., જે ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યો નથી. આ ફિલ્મના બોક્સ ઓફિસ ક્લેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મ પહેલાં દિવસે 4.75 કરોડની આસપાસ ક્લેક્શન કરી શકે છે. આ ફિલ્મનું બજેટ 20 કરોડ રુપિયા છે. ફિલ્મને લોકોએ વધાવી લીધી છે, લોકો આ ફિલ્મમાં કનેક્ટ થઇ રહ્યાં છે. જે રીતે દેશમાં મહિલાઓ પ્રત્યે અપરાધો, રેપ કેસ વધી ગયા છે તેનો અસલી ચહેરો દર્શાવે છે ફિલ્મ મર્દાની 2.

ધ બૉડીનું ફર્સ્ટ ડે ક્લેક્શન

બીજી તરફ ધ બૉડીનું પહેલા દિવસે 1.20 કરોડની નજીક થવાની આશા છે. ફિલ્મનું બજેટ 30 કરોડની આસપાસ બતાવવામાં આવી રહ્યું છે. ધ બૉડીના ટ્રેલરને લોકોએ ઘણો પસંદ કર્યું છે. વર્ડ ઓફ માઉથથી બિઝનેસને ફાયદો મળશે. બોક્સ ઓફિસ પર પહેલાથી જ પતિ પત્ની અને વો પાનીપત બની રહી છે. આ બંને ફિલ્મોને કારણે ધ બોડી અને મર્દાની -2 ના ક્લેક્શન પર કેટલી અસર પડે છે, તે આગળ જોવુ દિલચસ્પ હશે.

Read Also

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!