GSTV

IPLમાં નાયકમાંથી ખલનાયક બનવામાં વાર લાગતી નથી : સ્ટોઇનિસ

IPL

દીલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે કહ્યું હતું કે બિગ બેશ લીગમાં સારો દેખાવ કરવા બદલ આત્મવિશ્વાસ વધી ગયો હતો અને તેમ છતાં હું મારી જાત પર દબાણ લાદવા માગતો ન હતો. આમ કરવાથી આઇપીએલ (IPL)માં દિલ્હી માટે સારો દેખાવ કરવામાં મદદ મળી હતી. જોકે આ ઓલરાઉન્ડરનું કહેવું છે કે આઇપીએલમાં એક મેચમાં જ સારું પ્રદર્શન થયું છે. અહીં એકાદ મેચમાં જ નાયકમાંથી ખલનાયક બનતા વાર લાગતી નથી.

પંજાબ સામેની મેચમાં 21 બોલમાં 23 રન ફટકારી દીધા

માર્કસ સ્ટોઇનિસે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં 21 બોલમાં 23 રન ફટકારી દીધા હતા. તેની બેટિંગને કારણે દિલ્હીની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 157 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યાર બાદ બોલિંગમાં પણ સ્ટોઇનિસે કમાલ કરીને બે વિકેટ ઝડપી હતી. મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી જેમાં દિલ્હીનો વિજય થયો હતો.

આ વખતે મારો આત્મવિશ્વાસ ભરપુર

બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ માટે 705 રન ફટકારનારા સ્ટોઇનિસે જણાવ્યું હતું કે આ વખતે મારો આત્મવિશ્વાસ ભરપુર છે. આ ઉપરાંત આ વખતે હું મારી ઉપર વધારે દબાણ લાવવા માગતો નથી.

તેણે કહ્યું હતું કે ઘણી વાર તમે યુવાનીમાં અને ઉતાવળમાં કાંઇક સારું કરવા માટે વધારાના પ્રયાસો કરો છો. આ વખતે હું આવું કાંઇ કરવા માગતો નથી. આમ તો હજી એક જ મેચ થઈ છે એટલે આગળ જોવાનું છે શું થાય છે કેમ કે અહીં રાતોરાત વિલન બનતા વાર લાગતી નથી.

Read Also

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!