GSTV
Astrology Life Trending

રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક

હિન્દુ પંચાંગ મુજબ, ભગવાન રામની જન્મ જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની પ્રતિપદા શુક્લ પક્ષની તિથિથી નવમી તિથિ સુધી નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન રામની જન્મ જયંતિ નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે જ્યારે નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. ભગવાન રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. આ વખતે રામ નવમીનો તહેવાર 30 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ બપોરે થયો હતો.

મુહૂર્ત શાસ્ત્રમાં બપોરના અભિજીત મુહૂર્તને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે. બીજી તરફ જો ગ્રહો અને નક્ષત્રોની વાત કરીએ તો ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ, અભિજીત મુહૂર્ત, સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિના વિશેષ યોગમાં થયો હતો. આ વર્ષે ભગવાન રામની જન્મ જયંતિના અવસર પર ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ છે, જેમના કારણે રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા કરવી વિશેષ લાભદાયક રહેશે.

જ્યોતિષીય ગણતરી મુજબ આ વખતે રામ નવમી પર ખૂબ જ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. રામ નવમીના દિવસે અમૃત સિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં આ શુભ યોગોમાં ભગવાન રામની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. બીજી તરફ આ શુભ યોગોના કારણે કેટલીક રાશિઓ માટે રામ નવમીનો તહેવાર ખૂબ જ શુભ સાબિત થશે. ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને રામ નવમી પર સૌથી વધુ ફાયદો થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે રામનવમી ખૂબ જ શુભ સાબિત થવાની છે. રામનવમીના દિવલે તમને કાર્યોમાં સફળતા મળશે જેની પ્રતિક્ષા તમને વર્ષોથી હતી. ધન લાભના શુભ અવસર તમને મળશે. આવકનું સાધન વધવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધું સારી રહેશે. વ્યવસાયમાં પ્રગતિ અને સફળતા મળશે કારણ કે તમે જે યોજના બનાવી હતી હવે તેમાં સારો બદલાવ જોવા મળશે. જે લોકો નોકરી કરે છે તેમને નવા અને શ્રેષ્ઠ અવસર મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને રામ નવમી પછી ઘણા સારા સમાચાર મળશે. તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળવાનો સમય આવી ગયો છે. નાણાંકીય લાભની તકો વધશે. જે લોકો બિઝનેસ કરે છે તેમના માટે રામ નવમીનો તહેવાર વરદાનથી ઓછો નથી. બીજી તરફ જે લોકો પર કોઈપણ પ્રકારનું દેવું છે તેઓ હવે તેનાથી મુક્તિ મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે.

તુલા રાશિ

આ વર્ષની રામ નવમી તમારા માટે ખૂબ જ ખાસ અને શુભ રહેશે. તમને સારા નસીબ મળશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમને ભવિષ્યમાં સારો ફાયદો જોવા મળશે. નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તેમને તેમાં જીત મળશે.

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં

Vushank Shukla
GSTV