કાલે માર્ચ મહિનાની શરૂઆત થઇ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ 2022 માટે બેંકોની છુટ્ટીની લિસ્ટ જારી કરી દીધી છે. જો તમે પણ માર્ચ મહિનામાં બેન્કના કામ કરવાના છો તો બ્રાન્ચ જવા પહેલા બેંકોની છુટ્ટીઓની લિસ્ટ જરૂર જોઈ લો. આરબીઆઇ તરફથી જારી કરવામાં આવેલી આ લિસ્ટ મુજબ, માર્ચ 2022માં કુલ 13 દિવસ બેન્ક બંધ રહેશે.
RBIએ માહિતી આપી

માર્ચ મહિનામાં, બેંક રજાઓના કુલ 13 દિવસ માંથી 4 રજાઓ રવિવારની છે. આ સિવાય ઘણી રજાઓ પણ તેમાં સતત પડવાની છે. પરંતુ આ સાથે જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.
રજાઓની યાદી જુઓ

- 1 માર્ચે અગરતલા, આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલોંગ સિવાયના સ્થળોએ મહાશિવરાત્રીના દિવસે બેંકો બંધ રહેશે.
- 3 માર્ચે લોસર ગંગટોકમાં બેંક બંધ
- 4 માર્ચે ચાપચર કુટ આઈઝોલમાં બેંક બંધ થઈ
- 6મી માર્ચ રવિવાર સાપ્તાહિક રજા
- 12 માર્ચ શનિવાર મહિનાનો બીજો શનિવાર
- 13 માર્ચ રવિવાર સાપ્તાહિક રજા
- 17 માર્ચે દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં હોલિકા દહન બેંકો બંધ
- 18 માર્ચે બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના સ્થળોએ હોળી/ધુલેતી/ડોલ જાત્રા બેંકો બંધ છે.
- 19 માર્ચ હોળી / યાઓસાંગ બેંક ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બંધ
- 20 માર્ચ રવિવાર સાપ્તાહિક રજા
- 22 માર્ચ બિહાર દિવસના રોજ પટનામાં બેંક બંધ
- 26 માર્ચ શનિવાર મહિનાનો ચોથો શનિવાર
- 27 માર્ચ રવિવાર સાપ્તાહિક રજા
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો