GSTV

હવે માયાવતીની આરસની મૂતિઓ સ્થાપિત કરાશે, હારવા છતાં હજુ સુધર્યા નથી માયાવતી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં માયાવતીએ પોતાની આરસની પ્રતિમાઓ લગાવવા માંડી એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. લખનૌના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પરના પ્રેરણા સ્થળ ખાતે માયાવતીની ત્રણ આરસની મૂતિઓ મૂકાઈ છે. સૂત્રોનું કહેવું છે કે, આવી બીજી મૂર્તિઓ પણ તૈયાર કરાઈ રહી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં બસપાનો દબદબો છે એવા વિસ્તારોમાં આ મૂર્તિઓની સ્થાપના કરાશે.

તડકાનું કારણ આપ્યું બસપાએ

બસપાનો દાવો છે કે, આ મૂર્તિઓ જ્યાં મૂકાઈ હતી ત્યાં સૂર્યના તડકાને કારણે નુકસાન થતું હતું તેથી અહીં લવાઈ છે. અલબત્ત ક્યાંથી આ મૂર્તિઓ લવાઈ તેની સ્પષ્ટતા કરાઈ નથી. અત્યારે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે માયાવતીની પ્રતિમાને તડકો ક્યાં નડયો એ પણ સવાલ છે.

પ્રેરણા સ્થળના નામે બેફામ ખર્ચ

માયાવતી મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ઠેર ઠેર પ્રેરણા સ્થળ બનાવીને બેફામ ખર્ચ કરીને હાથીની મોટી પ્રતિમાઓ લગાવી દીધી હતી. તેમની હાર માટે આ કારણ પણ જવાબદાર હતું. હવે ફરી તેમણે એ જ રસ્તો લીધો છે ત્યારે એવી કોમેન્ટ્સ થઈ રહી છે કે, માયાવતી ઈતિહાસમાંથી કશું શીખ્યાં નથી.

MUST READ:

Related posts

આને કહેવાય મોકો! સસ્તામાં ખરીદો ઘર,દુકાન અને પ્લોટ્સ, SBI લાવી રહી છે આ જોરદાર સ્કીમ

Bansari

ગુજરાતને મોંઘેરી ભેટ/ 250 ઈ-બસ ચલાવવા આપી દીધી મંજૂરી, પ્રદૂષણ ઘટશે અને બળતણ નહીં વપરાય

Dilip Patel

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફસાયા ખેડૂતો/ મમતાએ કરેલી જાહેરાત મોદી સરકારને મંજૂર નથી !

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!