GSTV
Home » News » અદભૂત : મેરેથોન રનરને રસ્તામાં કૂતરાનું બચ્ચુ મળ્યું, તો ઉઠાવી 30 કિલોમીટર સુધી દોડી

અદભૂત : મેરેથોન રનરને રસ્તામાં કૂતરાનું બચ્ચુ મળ્યું, તો ઉઠાવી 30 કિલોમીટર સુધી દોડી

ખેમજિરા ક્લોંગસાનૂન. 43 વર્ષની આ દોડવીર મેરેથોન દોડી રહી હતી. 42 કિલોમીટર હજુ દોડવાનું બાકી હતું. રસ્તામાં તેને એક કૂતરાનું બચ્ચુ મળ્યું. મેરેથોન દોડનારા લોકો તેને નજર અંદાજ કરી બચી બચીને નીકળી રહ્યા હતા. કોઈ તે કૂતરાના બચ્ચાને હાથ નહોતું લગાવતું એવા સમયે ખેમજિરાએ તે બચ્ચાને ઉઠાવી લીધું. ઉઠાવી અને તે ભાગવા લાગી, જેનો વીડિયો વાઈરલ થયો છે. તમે પણ આ વીડિયો પર નજર કરી લો.

આ ઘટના થાઈલેન્ડની છે. ખેમજિરાને જ્યાં કૂતરાનું બચ્ચુ દેખાયું ત્યાં આસપાસ કોઈ જગ્યા નહોતી. એવું લાગી રહ્યું હતું કે આ બચ્ચુ ખોવાઈ ગયું છે. અથવા તો કોઈ તેને ત્યાં છોડી આવ્યું છે. ખેમજિરાએ તેને ઉઠાવ્યું. અને પછી દોડવા લાગી. મેરેથોન દોડી રહેલા ઘણા લોકો ખેમજિરાને જોઈ હસવા લાગ્યા.

આશ્ચર્યની વાત એ છે કે મેરેથોન રેસ ઘણી જ મુશ્કેલ હોય છે. માણસ પોતાના શરીરનું તમામ વજન ઓછું કરી દોડવા માગે છે એવામાં કૂતરાના બચ્ચાને લઈ દોડવું એટલે તમારી ઉર્જા વધારે ખર્ચાય, પણ ખેમજીરાને આ વાતની કોઈ ચિંતા નહોતી. ખેમજીરા ઉપરથી 30 કિલોમીટર સુધી આ રાભળા કૂતરાને લઈ દોડ્યા રાખી. ફિનીશિંગ લાઈન પૂર્ણ કરી ત્યાર સુધી કૂતરાનું એ બચ્ચું તેની સાથે જ હતું.

રેસ પૂર્ણ થયા બાદ ખેમજીરાએ એનાઉન્સ કર્યું કે આ કૂતરુ કોઈનું હોય તો પ્લીઝ લઈ જાઓ. પણ ત્યાં કોઈ ન આવ્યું. તો તેણે પોતે જ તે કૂતરાને સાચવીને રાખી લીધું. ત્યાં જ તેનું નામકરણ કરી નાખ્યું ચોમબૂએંગ. જે મેરેથોનમાં તેને મળ્યું એ રેસના નામ પરથી જ.

READ ALSO

Related posts

સુપ્રીમની ફટકાર બાદ આ કંપનીએ ચૂકવ્યુ 10 હજાર કરોડનું દેવુ, છતાં 25 હજાર કરોડ બાકી

Mayur

SBIમાં એકાઉન્ટ હોય તો 10 દિવસમાં પતાવી લો આ કામ , નહીંતર અટવાઇ જશે તમારા રૂપિયા

Bansari

હજી પણ તમે બચાવી શકો છો Income Tax, બસ ભરવું પડશે આ નાનું પગલું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!