GSTV
Home » News » એક સમયે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં હતું મોટું નામ, આજે ઑટો રિક્શા ચલાવવા માટે મજબૂર થઇ આ એક્ટ્રેસ

એક સમયે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં હતું મોટું નામ, આજે ઑટો રિક્શા ચલાવવા માટે મજબૂર થઇ આ એક્ટ્રેસ

કહેવાય છે કે હિંમત અને સંકલ્પ હોય તો દરેક વસ્તુ થઈ શકે છે. મરાઠી એક્ટ્રેસ લક્ષ્મી પંધેની જીવનની કહાની. ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા રાખવા વાળી ભલે આજે મરાઠી શો કરી રહી હોય, પરંતુ આજે પમ તે ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

કેટલાક દિવસો પહેલા બોલિવૂડના એક્ટર બોમન ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એર વીડિયો શેર કરી લક્ષ્મીનો પરિચય કરાવ્યો હતો. આ વિડીયો બહુ વાયરલ થયો હતો. લક્ષ્મીના જીવનની કહાની કોઈપણ વ્યક્તિને મોટિવેશન આપે તેવી છે. બોમને લક્ષ્મીને રિયલ લાઈફ હીરો કહ્યું છે.

વીડિયોમાં બોમન ઈરાની લક્ષ્મી સાથે ડ્રાઈવરની સીટ પર બાજુમાં બેઠા હતા. બામને લખ્યું, સુપર લેડી લક્ષ્મીને મળ્યો, જે મરાઠી સીરિયલમાં કામ કરે છે અને રિક્ષા ડ્રાઈવર પણ છે. તે પ્રેરણાદાયી છે. તેની પાસે ભરપૂર એનર્જી છે. મને લક્ષ્મી પર ગર્વ છે. લક્ષ્મી મરાઠી શો દેવયાની, તુ માઝા સંગત, લક્ષ્યમાં કામ કરે છે. એ ઉપરાંત પણ તેણે મુંબઈ પુણે મુંબઈ અને મરાઠવાડામાં પણ કામ કર્યું છે.

મરાઠી ઈન્ડસ્ટ્રીની બહાર લક્ષ્મીને ઓળખ બોમન ઈરાનીએ આપી છે. બોમનના વીડિયોમાં પોપ્યુલર થયા પહેલાં લક્ષ્મી લોકોના ઘર અને પાર્લરમાં કામ કરતી હતી. તે હંમેશાં ઓડિશન આપવા પણ જતી હતી. કરિયરની શરૂઆત તેણે નાના-નાના રોલથી કરી હતી. પરંતુ તકલીફ એ હતી કે તેને કામ કર્યા બાદ પૈસા થોડા દિવસ પછી મળતા હતા.

તેથી લક્ષ્મીએ નક્કી કર્યું કે પરિવારના પાલન પોષણ માટે તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. જેથી તે રોજ ઈન્કમ પોતાના ઘરે લઈ જઈ શકે. લક્ષ્મી પાસે પૈસા કમાવવાના હવે બે વિકલ્પ છે. એક્ટિંગ કરીને તે પોતાનું સપનું પૂરું કરી રહી છે અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

Read Also

Related posts

એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

Mayur

ઋતિક રોશન મુસ્લિમ યુવકના કારણે બહેન સુનયનાની કરે છે મારપીટ!

Bansari

તૈમૂરને લંડનમાં મૂકી 12 કલાક માટે મુંબઈ આવી કરીના, જાણો ખાસ કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!