GSTV

હવે આ એક્ટરે તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી, તે પણ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો

મરાઠી અભિનેતા આશુતોષ ભાકરેએ મુંબઈમાં પોતાના નિવાસે કથિત રીતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે મરાઠાવાડાના નાંદેડ ક્ષેત્રમાં રહેતો હતો. 32 વર્ષીય આશુતોષે પણ સુશાંતની માફક જ જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસે માહિતી આપી હતી કે બુધવારે આશુતોષના માતા પિતા ગણેશ નગર વિસ્તારમાં તેના ફ્લેટ પર ગયા તો તેમણે અભિનેતાની લાશ લટકતી જોઈ હતી.

ભાકરે મરાઠી અભિનેત્રી  મયૂરી દેશમુખના પતિ હતા. તેણે ભાકર અને ઇચાર ઠરલા પક્કા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ભાકરે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો.  હવે આ મામલાની તપાસ થઈ રહી છે.

તાજેતરમાં જ બોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં તેના નિવાસે આ જ રીતે આત્મ હત્યા કરી હતી. ત્યાર બાદ બોલિવૂડમાં વિવાદો વધી રહ્યા છે. અનેક કલાકારોએ પોતાના જીવનમાં આ પ્રકારની ઘટના બની હોય અને તેમને કામ નહીં મળતા તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હોવાની કબૂલાત કરી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!