GSTV
Home » News » મરાઠા અનામતની આગથી મહારાષ્ટ્ર સળગ્યું, પુણેમાં 100થી વધુ વાહનોની આગચંપી

મરાઠા અનામતની આગથી મહારાષ્ટ્ર સળગ્યું, પુણેમાં 100થી વધુ વાહનોની આગચંપી

મરાઠા અનામતની આગથી મહારાષ્ટ્ર સળગી ઉઠયું છે. સોમવારે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં આગચંપી, સડક જામ, પોલીસ પર હુમલા, બંધની નવી ઘટનાઓ બની છે. એક વ્યક્તિએ મરાઠા અનામતની માગણીને લઈને ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પુણેમાં મરાઠા અનામત આંદોલનની માગણી મામલે તોફાની તત્વોએ એકસોથી વધુ વાહનોની આગચંપી કરી હતી. બીજી તરફ આંદોલનકારીઓ દ્વારા મુંબઈમાં સરકારને જેલભરો આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે. પુણેના ચાકનના મોટા વિસ્તારો અને આસપાસના ઉસ્માનાબાદ, સોલાપુર, કોલ્હાપુર, નંદૂરબાર અને ઔરંગાબાદમાં આગચંપી, હિંસા, સડક જામ જેવી છૂટીછવાઈ ઘટનાઓ બની હતી. પગપાળા અને બાઈક પર આંદોલનકારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે સરઘસો પણ નીકળ્યા હતા.

ઘણાં પોલીસ સ્ટેસન વિસ્તારોમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. મરાઠા આંદોલનના પુણેના ચાકન, હિંજેવાડી, ખેડ અને પુણે-નાસિક રાજમાર્ગ પર હિંસક બની જવાને કારણે રાજ્ય પરિવહન નિગમની પાંચ બસો સહીત બે ડઝન જેટલા વાહનોની આગચંપી કરાઈ હતી. નારાજ દેખાવકારોએ ચાકન પોલીસ સ્ટેશનને પણ નિશાન બનાવ્યું હતું. આ હિંસામાં લગભગ પાંચ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ સિવાય શહેરમાં ત્રણ લોકો પથ્થમારાને કારણે ઘાયલ થયા હતા. દેખાવકારો પર નિયંત્રણ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ચાકન અને અન્ય શહેર સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. રાજકીય પક્ષો દ્વારા મરાઠા નેતાઓને શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરવામાં આવી હતી.

સત્તારુઢ સહયોગી શિવેસના અને વિપક્ષી દળો કોંગ્રેસ તથા એનસીપીએ પોતાના ધારાસભ્યો સાથે બેઠકો પણ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના રાધાકૃષ્ણ વિખે-પાટિલે રાજ્યાપલ સી. વી. રાવને પત્ર લખીને રાજ્ય સરકાર તથા આંદોલન કરી રહેલા મરાઠાઓ વચ્ચે હિંસા તથા વિલંબિત અનામત મુદ્દે તાત્કાલિક ઉકેલ માટે હસ્તક્ષેપની માગણી કરી છે.

ઔરંગાબાદમાં પ્રમોદ હોરે પાટીલ નામના યુવકે ફેસબુક પર એક પોસ્ટ શેયર કરીને ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. તેણે રવિવારે આત્મહત્યા કરી હતી. પરંતુ તેની લાશ સોમવારે મુકુંદવાડી રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી. જેને કારણે ઔરંગાબાદ જિલ્લાના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા.

Related posts

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

Mayur

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ’ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!