GSTV
Home » News » મરાઠા અનામત મામલે મંથન? સર્વપક્ષીપ બેઠક પહેલા શાહ- ભાગવત વચ્ચે મુલાકાત

મરાઠા અનામત મામલે મંથન? સર્વપક્ષીપ બેઠક પહેલા શાહ- ભાગવત વચ્ચે મુલાકાત

મરાઠા અનામત પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુંબઈ પહોંચ્યા છે. અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની સર્વપક્ષીય બેઠક પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. મુંબઈ ખાતેના આરએસએસ કાર્યાલય ખાતે ભાગવત અને અમિત શાહ વચ્ચે બંધબારણે મુલાકાત થઈ છે.

અલ્હાબાદ ખાતે સંતોને મળ્યા બાદ મોહન ભાગવતની સાથેની અમિત શાહની મુલાકાત બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આ બેઠકમાં મોહન ભાગવત સાથે મરાઠા અનામત આંદોલનના મામલે ચર્ચા થવાની શક્યતા છે. માનવામાં આવે છે કે મોહન ભાગવત સાથેની ચર્ચામાં અમિત શાહે મરાઠા અનામત મામલે આરએસએસના દ્રષ્ટિકોણને જાણ્યો છે.

ભાગવત સાથેની બેઠક બાદ અમિત શાહ હવે સર્વપક્ષીય બેઠક પહેલા દેવેન્દ્ર ફડણવિસને આરએસએસના દ્રષ્ટિકોણથી અવગત કરે તેવી શક્યતા છે. આરએસએસ ભાજપનું વિચારધારાત્મક સ્તરે પૈતૃક સંગઠન છે. ભાજપની સામે 2019ની લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનો પડકાર છે. હાલ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે દેશની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ પર વાતચીતની શક્યતા છે.

 

Related posts

લોન ન મળવાથી પરેશાન ખેડૂતે લીધો કિડની વેચવાનો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાહેરાત

Mansi Patel

પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે નિધન

Arohi

જૅટ એરવેઝ કેસ: નરેશ ગોયલના ઘર સહિત ઘણી જગ્યાઓ ઉપર EDના દરોડા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!