GSTV
Home » News » જાણો મરાઠા અનામત આંદોલનના મુખ્ય ચહેરા વિશે વિગતે

જાણો મરાઠા અનામત આંદોલનના મુખ્ય ચહેરા વિશે વિગતે

મહારાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી વધુ પ્રભાવી મરાઠા સમુદાયની ઓબીસી અનામતની માગણીને લઈને આંદોલન હિંસક થઈ ચુક્યું છે. આ આંદોલનના મુખ્ય ચહેરામાં મરાઠા ક્રાંતિ મોરચો અને બે નેતાઓ મારુતિ ભાપકર અને સંતોષ શિંદેનો સમાવેશ થાય છે.

સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણી બુલંદ કરનાર મુખ્ય સંગઠન મરાઠા ક્રાંતિ મોરચો છે. મરાઠા ક્રાંતિ મોરચાના ઘણાં સંયોજકોએ સાથે મળીને આંદોલનને હવા આપી છે. પહેલા બળાત્કારના દોષિતોને સજા અપાવવા માટે પણ મરાઠા સમુદાયને મરાઠા ક્રાંતિ મોરચો એકજૂટ કરી ચુક્યો છે. આ સંગઠને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનો કરવા માટે ઓળખ બનાવી હતી. જો કે હવે મરાઠા અનામત આંદોલન હિંસક બની રહ્યા છે.

મરાઠા અનામત આંદોલનના મુખ્ય નેતાઓમાંથી એક મારુતિ ભાપકર શિવેસનાના ભૂતપૂર્વ કોર્પોરેટર છે અને તેમને સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખવામાં આવે છે. પિંપરી-ચિંચવાડ અને પુણેમાં તેઓ મરાઠા નેતા તરીકે ઓળખ બનાવી ચુક્યા છે. ભાપકરે આરટીઆઈ દ્વારા લવાસા ગોટાળાની પોલ ખોલી હતી. લવાસ ગોટાળામાં શરદ પવારનો પરિવાર ફસાયેલો છે. ભાપકર આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યા છે. તેઓ અણ્ણા હજારેના આંદોલન સાથે પહેલા દિવસથી જ જોડાયેલા હતા.

મરાઠા અનામત આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક સંતોષ શિંદે સંભાજી બ્રિગેડના અધ્યક્ષ છે. તેઓ મશહૂર નાટ્યકાર રામગણેશ ગડકરીની પ્રતિમા તોડવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. આરોપ હતો કે રામગણેશ ગડકરીના નાટકમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું હતું. મરાઠા આંદોલનને ઉગ્રતા આપવામાં સંભાજી બ્રિગડની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. સંભાજી બ્રિગેડની ઓળખ પણ ઉગ્ર આંદોલનો માટે જ બની છે. 2016માં સંગઠને ખુદને રાજકીય પાર્ટી તરીકે રજિસ્ટર કરાવ્યું છે.

 

Related posts

અપાચે અટેક હેલીકોપ્ટરની રાહ થઈ પુરી, આ મહિનાનાં અંતમાં હિંડન એરબેસ પર પહોંચશે પહેલી ખેપ

Mansi Patel

આજનો દિવસ બેન્કો માટે ઐતિહાસિક, પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ ભર્યુ હતું આ સાહસી પગલું

Riyaz Parmar

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!