GSTV
Home » News » મહારાષ્ટ્રમાં મરાઠાઅોની અનામતને લઇને અાવ્યા મોટા સમાચાર, ગુજરાત સરકાર સલવાઈ

મહારાષ્ટ્રમાં મરાઠાઅોની અનામતને લઇને અાવ્યા મોટા સમાચાર, ગુજરાત સરકાર સલવાઈ

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણાં સમયથી સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતની માગ કરી રહેલા મરાઠા સમુદાયને મોટી સફળતા મળી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેમની માગને માની લીધી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા અનામતના પૂર્ણ સમર્થનમાં છે અને તેને જલ્દીથી લાગુ કરવા માટેની જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

અનામત માટે મરાઠા સમુદાય તરફથી ઘણા દિવસોથી રાજ્યભરમાં હિંસક આંદોલન થયા. જ્યારે કેટલાક યુવાનોએ માંગ પુરી કરવા આત્મહત્યા  પણ કરી હતી. ફડણવીસે કહ્યું કે, આજે અલગ-અલગ વર્ગોના રાજ્યોના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી અને મરાઠા સમુદાયને કાયદેસર રીતે અનામત આપવા માટે સંયુક્ત વક્તવ્ય પર સહી કરવામાં આવી. રાજ્ય સરકાર મરાઠા અનામતના પૂર્ણ સમર્થનમાં છે અને અમે તેને જલ્દીથી લાગૂ કરવા માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરી રહ્યાં છીએ.

ગુજરાતમાં સરકાર પાટીદાર અનામત અાંદોલન બાબતે કોર્ટના અાદેશનું રટણ કરી રહી છે. શક્ય ન હોવાનું જણાવી પાટીદારોને અનામત અાપી રહી નથી. મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે. ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે. અામ અેક જ પાર્ટીની સરકાર વચ્ચે મતભેદો કેમ અે અેક સવાલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા અાંદોલન બાદ સરકાર મરાઠાઅોને અનામત અાપવાના પૂર્ણ સમર્થનમાં અાવી છે. ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ છે. પાટીદાર નેતાઅો સરકારમાં છે પણ પાટીદારો અનામત મેળવી શક્યા નથી. મહારાષ્ટ્રમાં અેક ઝાટકે સરકારે ઝૂકીને અનામતની માગ સ્વીકારી લીધી છે.

 

Related posts

બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ખસેડવા મામલે સરકારે કર્યો ખુલાસો, કોંગ્રેસે જાહેર કર્યો ટેકો

Riyaz Parmar

રાજકોટમાં નરાધમે ચાર વર્ષ પહેલા જે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું, તે જ સગીરા પુખ્ત થતા ફરી આચર્યું દુષ્કર્મ

Nilesh Jethva

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!