GSTV
Home » News » મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરી તેજ, આજે મહારાષ્ટ્ર બંધનું એલાન

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરી તેજ, આજે મહારાષ્ટ્ર બંધનું એલાન

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરીવાર તેજ બન્યુ છે. મરાઠા ક્રાંતિ મોરચાએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. બંધના કારણે પંઢરપુર જતા અનેક યાત્રાળુઓ લાતુરમાં અટવાયા છે. બસ સેવા બંધ થવાના કારણે યાત્રાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે.  ગઈ કાલે અનામત આંદોલન દરમ્યાન એક યુવકે નદીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. યુવકના મોત બાદ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં હિંસા ફેલાઈ હતી. મરાઠા આંદોલનકારીઓ અનામત સહિતની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ફરીવાર મરાઠા આંદોલન બનવાની શક્યતા છે. ગઈ કાલે અનામતની માગ સાથે એક યુવકને નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરતા મરાઠા ક્રાંતિ મોરચાએ  ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે.  યુવકના મોત બાદ મરાઠા આંદોલનકારીઓએ મુંબઈ અને થાણેને છોડીને  આખા મહારાષ્ટ્રમાં બંધનું એલાન કર્યુ છે. યુવકે કરેલી આત્મહત્યા બાદ અનેક જિલ્લામાં વાહનોને આગ ચાપી દેવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોએ પરભની જિલ્લામાં આવેલા ગંગાખેદ વિસ્તારમાંથી પસાર થતો અહમદનગર-ઔરંગાબાદ રાજમાર્ગને જામ કર્યો હતો.

આ ઉપરાંત પુણેનો હાઈવે પણ બ્લોક કરવામાં આવ્યો હતો. યુવકના મોત બાદ ઔરંગાબાદના ડીએમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, સરકારે  મરાઠા ક્રાંતિ મોરચાની તમામ માંગોને માની છે. આત્મહત્યા કરનાર યુવકના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપાવમાં  આવી છે. મૃતકના ભાઈને સરકારી નોકરી આપવામાં આવશે. મહત્વનું છે કે ઔરંગાબાદની ગોદાવરી નદીમાં મોતની છલાંગ લગાવી યુવકે આત્મહત્યા કરી હતી. જે બાદ મહારાષ્ટ્રના હિંસા ફેલાઈ છે.

Related posts

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!