GSTV
Home » News » લોકસભા 2019: આ દિગ્ગજ નેતાઓ માત્ર હાર્યા નથી,પરંતુ થયા ઘરભેગા

લોકસભા 2019: આ દિગ્ગજ નેતાઓ માત્ર હાર્યા નથી,પરંતુ થયા ઘરભેગા

VIP candidates Lok Sabha

લોકસભાની 542 બેઠકો પર થયેલી ચૂંટણીના પરિણામમાં ઘણા વીઆઇપી ઉમેદવારોએ હારનું મુખ જોવું પડ્યું છે. જેમાં સૌથી મોટું નામ છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું. ચૂંટણીમાં મતદારોના મનને કળવું હંમેશા અઘરૂ હોય છે. ત્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ મતદારોએ ઘણા ધૂરંધરોને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હારી ગયા છે.

રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર યુપીની અમેઠી બેઠક પર જોવા મળ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ હરાવ્યા છે. અમેઠી કોંગ્રેસની પરંપરા ગત સીટ રહી છે. આ સીટ પર હાર મળતા કોંગ્રેસને આગામી ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે.

મલ્લિકાર્જુન ખડગે

કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના ઉમેદવાર ઉમેશ જાધવે હરાવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેની હાર કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના નેતા તરીકેની ફરજ બજાવી હતી.

શત્રુઘ્ન સિન્હા

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા શત્રુઘ્ન સિન્હાની પટના સાહિબ બેઠક પરથી હાર થઇ છે. તેમને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે હરાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે શત્રુઘ્ન સિન્હા જ્યારે ભાજપમાં હતા ત્યારે અવાર નવાર પીએમ મોદી ઉપર આકરા પ્રહાર કરતા હતા અને તેમની કાર્યશૈલી પર પણ વાંધો ઉઠાવતા હતા. અંતે તેમણે ભાજપને બાય બાય કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

હરીશ રાવત

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા હરીશ રાવતનો પરાજય થયો છે. તેમને ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ પ્રમુખ અજય ભટ્ટે હરાવ્યા. હરિશ રાવતનો પરાજય થતા આગામી ચૂંટણીમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસ માટે આકરા ચઢાણ રહેશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા

કોંગ્રેસના નેતા અને મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાની હારથી કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. તેઓ મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. સિંધિયાને ભાજપના કેપી યાદવે હરાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સિંઘિયા એક સમયે મધ્ય પ્રદેશના સીએમ પદના ઉમેદવાર માનવામાં આવતા હતા. જોકે ત્યારબાદ કમલનાથને સીએમ બનાવવામા આવ્યા હતા. સિંધિયાને પ્રિયંકા ગાધી સાથે પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોપવામાં આવી હતી.

દિગ્વીજય સિંહ

મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પર પણ મોટો અપસેટ સર્જાયો છે. અહીં ભાજપની ટિકિટ પર પહેલી વખત ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંહે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એમપીના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહને પરાજીત કર્યા છે. જ્યારથી સાધ્વી પ્રજ્ઞા સિહનું નામ ભોપાલ બેઠક પરથી જાહેર થયું ત્યારથી તે વિવાદોમાં રહ્યા છે. તેમણે કરકરે વિશે આપેલા નિવેદનનો ભારે વિરોધ પણ થયો હતો. તેમ છતા તે દિગ્વિજય સિંને હરાવવામાં સફળ રહ્યા છે.

એચડી દેવેગૌડા

કર્ણાટકની ટુમકુર બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ અધ્યક્ષ એચડી દેવેગૌડા ચૂંટણી મેદાનમાં હતા. જો કે તેઓ ચૂંટણી જીતી શક્યા નહીં. ભાજપના નેતા જીએસ બાસવારાજે દેવેગૌડાને હરાવ્યા છે. દૈવગૌડાની હારથી કર્ણાટકની રાજનીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

ભૂપેન્દ્રસિંહ હુડ્ડા

હરિયાણામાં પણ ભાજપની લહેર જોવા મળી હતી. જેની સામે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસી નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની હાર થઇ. હુડ્ડાને ભાજપના ઉમેદવાર રમેશ ચંદ્ર કૌશિકે મોટા માર્જિનથી હરાવ્યા હતા.

હરદીપસિંહ પુરી

મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીને પણ હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પંજાબની અમૃતસર બેઠક પરથી મેદાનમાં હતા. હરદીપ સિંહ પુરીને કોંગ્રેસના સિટિંગ સાંસદ ગુરજીત સિંહે હારનું મુખ બતાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે પંજાબમાં મોદી ફેક્ટર જોઈ તેટલુ રહ્યું નથી.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!