એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ અને જમણો હાથ ગણાતા VHPના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવિણ તોગડિયાએ આજે રાજકીય પક્ષ સત્તાવાર જાહેરાત કરી હતી તેમની જાહેરાતની ગણતરીની મિનિટો પછી જ VHPના આગેવાનો પોલીસ કાફલો લઈને પાલડીમાં આવેલા વણીકર ભવનનો કબજો લેવા પહોંચી ગયા હતા.
વણીકર ભવનની બહાર એક નોટિસ પણ લગાવી હતી
જેને લઇને ધમાલ મચી હતી VHP માંથી ડોક્ટર તોગડિયાની હકાલપટ્ટી થયા બાદ તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નામની નવી સંસ્થા ઊભી કરી હતી તેમજ જ્યાં વીએચપીની ઓફિસ હતી એવા વણીકર ભવન ખાતે પણ પોતાનો કબજો ચાલુ રાખ્યો હતો તેઓએ વણીકર ભવનની બહાર એક નોટિસ પણ લગાવી હતી જેમાં લખ્યું હતું કે આ ઓફિસ અને આંતર રાષ્ટ્રીય પરિષદની છે માટે વીએચપીએ તેના પર કોઈ પ્રકારનો દાવો કરવો નહીં કે વણીકર ભવનની અંદર પણ આવવું નહીં. ડોક્ટર તોગડિયાને એક વર્ષ પહેલાથી જ જાણ થઈ ગઈ હતી કે હવે તેમને વીએચપીમાંથી કાઢવાના છે આથી તેઓએ વણીકર ભવન મોટા ભાગના ટ્રસ્ટીઓ પોતાના વિશ્વાસુ માણસોને રાખી દીધા હતા દેશ તથા દુનિયાભરમાં જ્યાં પણ વીએચપીના કાર્યાલયો છે તેવા ટ્રસ્ટ ઉપર ડોક્ટર તોગડિયાના વિશ્વાસુ લોકોનો જ કબજો છે.
પોલીસે વણીકરનો કબજો AHP પાસેથી લઈને VHPને આપી દીધો
હવે તોગડિયા VHP સાથે નથી પરંતુ અનેક ટ્રસ્ટોમાં સત્તાવાર રીતે તેઓ કબજો ધરાવે છે આજે પાલડીમાં વણીકર ભવનનો કબજો લેવાના મુદ્દે VHP અને AHP વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારબાદ પોલીસે વણીકરનો કબજો AHP પાસેથી લઈને VHPને આપી દીધો હતો તેમજ વધારે માથાકૂટ ન થાય તે માટે સૌથી વધારે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. બીજી બાજુ ખાસ વિશ્વાસુ ગણાતા અને વર્ષો સુધી VHPમા સેવા આપનાર કૌશિકભાઇ મહેતાએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો હતો તેઓ કહે છે કે વણીકર ભવનનો કબજો AHP પાસે જ હતો અને અત્યારે પણ છે કોર્ટ કમિશન પણ થયેલ છે અમારી પાસે સત્તાવાર તેના દસ્તાવેજો પણ છે અમારા વકીલે પોલીસને તે બતાવ્યા હોવા છતાં પોલીસે ધક્કો મારી બહાર કાઢી મૂક્યા છે અને ગુંડાઓને સાથે રાખી જબરજસ્તીથી કબજો લઈ લીધો છે. અંદર રહેતા કાર્યકરોને પણ દાદાગીરીથી બહાર કઢાયા છે ઓફિસની અંદરનો માલ સામાન રફેદફે કરી દેવાયો છે તેમજ કેટલાક દસ્તાવેજો પણ ગુમ કરાયા છે પોલીસની આવી દાદાગીરી સામે અમે જન આંદોલન કરીશું.
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો