5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવા માટે સંસદના ઉપલા સદન રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કરવામાં આવ્યુ. તે બાદ જમ્મુ-કાશ્મીરમાં અનેક બદલાવ થઇ શકે છે. સૌથી મોટો બદલાવ એ થશે કે હવે બહારના લોકો આ રાજ્યમાં જમીન ખરીદી શકશે. અગાઉ કલમ 35 એ અંતર્ગત ફક્ત જમ્મુ-કાશ્મીરના નિવાસી જ જમીનની ખરીદ-વેચ કરી શકતાં હતા. ગૃહ મંત્રી અમિત શાહે આ બિલ રજૂ કર્યુ. તેમનું સમર્થન કરનારાઓની સૌથી મોટી દલીલ એ જ છે કે હવે બહારના લોકો પણ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકાશે. પરંતુ તમને જણાવી દઇએ કે દેશમાં એવા અનેક રાજ્યો છે, જ્યાં બહારના લોકો રાજ્યની જમીન નથી ખરીદી શકતાં.
હિમાચલ પ્રદેશ

જમ્મુ-કાશ્મીર પાસે આવેલું રાજ્ય છે હિમાચલ પ્રદેશ. અહીં પણ બહારના લોકો જમીન નથી ખરીદી શકતાં. ત્યાં સુધી કે ખેડૂત ન હોય તેવા હિમાચલી પણ જમીન ન ખરીદી શકે, ભલે તેમની પાસે હિમાચલનું રાશન કાર્ડ કેમ ન હોય. વર્ષ 1972ના જમીન મુદત કાયદાની ધારા 118 પ્રભાવમાં આવી હતી, જેના અંતર્ગત કોઇપણ બિન ખેડૂત અથવા બહારના નિવાસી હિમાચલ પ્રદેશમાં જમીન ન ખરીદી શકે.
નૉર્થ ઇસ્ટના રાજ્યો
નૉર્થ ઇસ્ટમાં અનેક એવા રાજ્યો છે, જ્યાં બહારના લોકો જમીન ન ખરીદી શકે. અરુણાચલ પ્રદેશ, નાગા લેન્ડ, મિઝોરમ, મેઘાયલ, સિક્કીમ અને મણિપુર એવા જ રાજ્યો છે. ત્યાં સુધી કે નૉર્થ ઇસ્ટના નિવાસી પણ એકબીજાના રાજ્યમાં જમીન ન ખરીદી શકે.
સિક્કીમમાં ફક્ત સિક્કીમના નિવાસીઓ જ જમીન ખરીદી શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 371એફ, જે સિક્કીમને વિશેષ જોગવાઇ આપે છે, બહારના લોકને સામેલ ભૂમિ અથવા સંપત્તિનું વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવે છે. આ ઉપરાંત રાજ્યના જનજાતીય ક્ષેત્રોમાં ફક્ત આદિવાસી જ ભૂમિ અને સંપત્તિ ખરીદી શકે છે.

સાથે જ નાગાલેન્ડને પણ કાશ્મીર જેવી જ વિશેષ જોગવાઇ મળેલી છે. 1963માં રાજ્ય બનવાની સાથે જ વિશેષ અધિકાર સ્વરૂપે આર્ટિકલ 371 (A)ની જોગવાઇ મળી હતી. તેમાં એવા અનેક મામલા છે જેમાં હસ્તક્ષેપ ન કરી શકાય.
સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ
નગા સંપ્રદાયના કાયદા
નગા કાયદાના આધારે નાગરિક અને ગુનાહિત મામલામાં ન્યાય
જમીનની માલિકી અને ખરીદ-વેચાણ
સ્પષ્ટરૂપે જમ્મુ-કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં આ કાયદાનું અસ્તિત્વ રહ્યું છે. ભારતના વિભિન્ન રાજ્યોને જમીન અને કાયદાના મામલે વિશેષ દરજ્જો મળ્યો હતો.
Read Also
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ
- ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન