GSTV
Home » News » અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ : 62નાં મોત, 60 ઘાયલ

અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ : 62નાં મોત, 60 ઘાયલ

પુર્વી અફગાનિસ્તાન ના નંગરહાર પ્રાંતમા જુમાની નમાજના સમયે મસ્જીદમા બોમ્બ ધમાકા થયા છે. નંગરહાર પ્રાંતમા એક મસ્જીદની અંદર થયેલા બે વિસ્ફોટોમા 62 લોકોનુ મ્રુત્યુ થયુ છે અને 60થી વધારે લોકો ઘાયલ થયા છે.ઘાયલોને પાસેની હોસ્પીટલમા ભર્તી કરવામા આવ્યા છે જેમા ઘણાની હાલત નાજુક છે.

નંગરહાર પ્રાંતમા જુમાની નમાજના સમયે મસ્જીદમા બોમ્બ ધમાકા થયા

ભારે તબાહી મચી

પોલીસે તે સ્થળને કબજામા લઈ લીધુ છે. મામલાની તપાસ હાલ ચાલુ છે. પુર્વી અફગાનિસ્તાનમા પોલીસ મુખ્યાલય પાસે એક ટ્રકમા બુધવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમા બે પાલીસ અઘિકારીનુ મોત થયુ હતુ અને લગભગ 20 વિધ્યાર્થોઓ તેમજ 6 પોલીસ અઘિકારી ઘાયલ થયા હતા. સ્થાનીય લોકો મુજબ વિસ્ફોટથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા અને મકાનોને પણ નુકશાન થયુ હતુ.

અફઘાનિસ્તાનાં નાંગરહાર રાજ્યની રાજધાની જલાલાબાદમાં સુરક્ષા બળોએ એક મિનિ બસને નિશાન બનાવી હતી. આ ધમાકામાં ઓછામાં ઓછા 10 નાગરિકોની મોત થઈ છે. અને 27 ઘાયલ થઈ ગયા હતા.

તાજેતરમાં જ અફઘાનિસ્તાનના ગઝની શહેરમાં બ્લાસ્ટ થયો હતો. ગઝની યુનિવર્સિટીની અંદર થયેલા આ બ્લાસ્ટમાં અડધો ડઝનથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ગઝનીની પ્રાંતીય હોસ્પિટલના વડા બાઝ મોહમ્મદ હેમતે જણાવ્યું હતું કે આઠ બાળ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે.

ઉલ્લેખનીય છે કે પ્રાંત સરકારના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગિયાનીએ જણાવ્યું હતું કે જલાલાબાદ શહેરમાં રાષ્ટ્રીય સૈન્ય ભરતી કર્મચારીઓની મિનિ બસ નજીક વિસ્ફોટકોથી ભરેલી રિક્ષાને ઉડાવી દેવામાં આવી હતી, જેમાં 10 નાગરિકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને 27 અન્ય ઘાયલ થયા હતા.મૃતકોમાં એક બાળક પણ છે. અધિકારીના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા તમામ સ્થાનિક નાગરિકો છે.

READ ALSO

Related posts

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!