GSTV

કોરોનાકાળમાં ઘણા લોકો છોડી રહ્યા છે કશ મારવાનું, જાણો શું છે કારણ!

વર્ષ 2020 એક એવુ વર્ષ છે જેનું જલ્દી થી જલ્દી ખતમ થવાની દુઆ લોકો માગી રહ્યા છે. કારણ કે, એક બાદ એક સંકટોના સમાચાર વચ્ચે, ક્યાંક કંઈક સારુ પણ છે, જે આ વર્ષે હાથમાં લાગશે? શું તમને ખબર છે કે, કોરોના વાયરસ શું ખબખબરી આપી રહ્યા છે?

ઉત્પાદ પણ ઓછા જ વેંચાઈ શક્યા છે

યુસીએલ સ્મોકિંગ ટૂલકિટની સ્ટડી પ્રમાણે, આ વર્ષે હળવા-મળવાનું અને પાર્ટી જેવી ગતિવિધિઓ લગભગ ના બરાબર રહી છે અને ઘણી દુકારનો પણ બંધ રહી છે તો તંબાકુ ઉત્પાદ પણ ઓછા જ વેંચાઈ શક્યા છે. તે સિવાય કોવિડ નામની મહામારીથી બચવા માટે લોકોની ઈમ્યૂનિટી મજબૂત કરવાના લિહાજથી સિગરેટ અથવા બીડી પીવી પણ ઓછુ કર્યુ છે. સર્વે પ્રમાણે, ફ્રાંસ અને બ્રિટેનમાં સ્મોકરોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

સ્મોકિંગ છોડી દે

એટલુ જ નહી વર્ષ 2019માં જ્યાં 16.2 ટકા સ્મોકિંગ છોડવા માગી રહ્યા છે, તો 2020માં અત્યાર સુધીનો આંકડો છે 23.2 ટકા લોકોનું મન છે કે, તે સ્મોકિંગ છોડી દે. વર્ષ 2008માં આ પ્રકારના સર્વે કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્મોકિંગ છોડ્યાનો આ વર્ષે સૌથી વધુ લોકો જોવા મળ્યા છે.

સામાન્ય જીવન લગભગ ઠ

સંશોધકોએ કહ્યુ છે કે, બ્રિટેનમાં લગભગ 10 લાખ લોકોએ સ્મોકિંગ છોડી દીધી છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે, એન્ટી સ્મોકિંગ પ્રચારથી વધારે તેનું કારણ દુનિયાભરમાં કોરોના સંક્રમણનો જબરદસ્ત ઢંગથી ફેલાવો રહ્યો છે. લોકડાઉનના કારણે આ વર્ષે માર્ચતી જ ઘણા દેશમાં સામાન્ય જીવન લગભગ ઠપ થઈ ગયુ છે. સામાજિક મેળ-મેળાપ ના બરાબર થઈ ગયુ છે અને હરવુ-ફરવુ, યાત્રા વગેરે ખૂબ જ સીમિત થઈ ગઈ અને લોકો પણ સ્વાસ્થ્યને વધારે ચિંતિત રહ્યા છે.

સ્મોકિંગની વિરુદ્ધ અભિયાન ચાલુ

જોકે, આ પરિણામો બાદ પણ બ્રિટેનની ઘણી એન્ટી સ્મોકિંદ સંસ્થાઓનું કહેવુ છે કે, જીવન સામાન્ય હોવા સુધી સતત સ્મોકિંગની વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે. સ્ટોપટૂબાર જેવી કેટલીક સંસ્થાઓ સ્મોકરોએ અપીલ કરી હતી કે, વર્ષમાં એક દિવસ સિગરેટ ન પીવો. છેલ્લા વર્ષે આ ઈવેન્ટમાં 2 લાખ લોકોએ ભાગ લીધો હતો.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!