GSTV
Gujarat Government Advertisement

એક “કમળ” IASના વર્તનથી અનેક અધિકારીઓ નારાજ થતા સરકારમાં ફરિયાદ, રાજકીય આગેવાનોએ પણ “ઉપર” કરી રજૂઆત

Last Updated on May 5, 2021 by Dhruv Brahmbhatt

એક IAS અધિકારીનું વર્તન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેના ઉદ્ધત વર્તનના કારણે અનેક અધિકારીઓ નારાજ થયા છે તો ઘણાં રાજકીય નેતાઓ પણ ખફા થઈ ગયા છે અને પોતાના ગોડ ફાધરને રજૂઆત કરી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
રાજ્યમાં હાલમાં કોરોનાના કારણે સરકાર ભીસમાં છે એવામાં સરકાર પર લોકો માછલા ધોઈ રહ્યાં છે. એટલી હદે નેતાઓ ભીસમાં આવી ગયા છે કે એ નેતાઓ પોતાના કાર્યકર્તા કે પરિવારજનને કોરોનાની સારવાર નથી કરાવી શકતા.

જી, હાં આ સ્થિતિનું નિર્માણ થતા મામલો “ઉપર” સુધી પહોચ્યો છે તો અનેક અધિકારીઓએ પણ રજૂઆત કરી છે.
રાજ્યમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ સુરત રાજકોટ અને અમદાવાદમાં છે. જેમાં અમદાવાદ શહેર પીક પર છે અને દિવસે ને દિવસે સતત કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મનમાની ચલાવનારા આ IAS અધિકારી પોતાની મનસુફી મુજબ વર્તન કરી રહ્યાં છે.

હાલમાં જે જગ્યા પર ફરજ બજાવી રહ્યાં છે તેના તાબામાં આવતા કેટલાંક અધિકારીઓને મનસુફી મુજબ ગાળો ભાંડી હતી. આમ, તો IAS એટલે કેડર બેઇઝ અધિકારી માનવામાં આવે છે પરંતુ આ અધિકારીને જીભે જોર નથી અને મનફાવે તેમ તેઓ ગાળો ભાંડે છે.

કેટલાંક અધિકારીઓને આદેશ કરતા પોતાના કામ કરાવી રહ્યાં છે. જેથી હવે કેટલાંક IAS અધિકારી નારાજ થતા સરકારમાં ફરિયાદ કરી છે અને મનસુફી નહીં ચલાવી લેવાય તેવી રજૂઆત પણ કરી છે.

તો બીજી બાજુ રાજકીય આગેવાનો કે જે પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવે છે તેની રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી અને ભારે હાલાંકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. આ અધિકારીઓ આખું તંત્ર પોતાના 2 નજીકના અધિકારીઓ સાથે મળીને ચલાવી રહ્યાં છે.

IAS પોતાને “કમળ” સમજે છે અને એવી હવા ઉભી કરી છે કે તે પીએમની ગુડ બુકમાં છે. જેથી અત્યાર સુધી તેને સ્થાનિક લેવલના નેતાઓ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ સહન કરતા હતાં પરંતુ પાણી માથા પરથી વહેવા લાગ્યું અને અનેક વિસ્તારમાં રાજકીય જમીન ખસકી રહી હોવાનો અહેસાસ થતા બીજેપીમાં નંબર 2 પર રહેલા નેતાને આ અંગે ફરિયાદ કરવામાં આવતા આખો મામલો સામે આવ્યો હતો અને એ અધિકારીની પાંખ કાપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પરંતુ હજી પણ એ અધિકારી પોતાની મનસુફી છોડી નથી રહ્યાં. હજી પણ પોતાને સુપરમેન સમજતા અધિકારી પોતાની રીતે જ વર્તી રહ્યાં છે ત્યારે કેટલાંક રાજકીય નેતાઓ જ એવી ચર્ચા કરી રહ્યાં છે કે જો આ જ સ્થિતિ રહી તો હજી પણ સ્થિતિ કાબુ બહાર રહેશે અને રાજકીય ભોગવવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!