GSTV
Home » News » મોદીની સાથે કાલે અનેક પ્રધાનો કરશે શપથ ગ્રહણ, મંત્રીમંડળમાં આ પ્રધાનોના નામની છે ચર્ચા

મોદીની સાથે કાલે અનેક પ્રધાનો કરશે શપથ ગ્રહણ, મંત્રીમંડળમાં આ પ્રધાનોના નામની છે ચર્ચા

ગુરુવારે નરેન્દ્ર મોદીની સાથે અનેક પ્રધાનો શપથ ગ્રહણ કરશે. મોદીના પ્રધાનમંડળમાં સામેલ થનારા પ્રધાનોના નામ અંગે અનેકવિધ ચર્ચાઓ અને અનુમાન થઇ રહ્યા છે. ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ એનડીએ સરકારમાં સામેલ થનારા પ્રધાનો સાથે આજે મુલાકાત કરશે. અમિત શાહ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે તમામ પ્રધાનો સાથે મુલાકાત કરશે.

મોદીના નવા કેબિનેટમાં આ સાંસદોને મળી શકે છે કેન્દ્રીય મંત્રીનું પદ

2019 લોકસભા ચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચેલા અમુક સાંસદોને પહેલી વખત મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. તેમાંથી અમુક બેથી ત્રણ વખત સાંસદ છે તો અમુક એવા પણ સાંસદ છે જે પહેલી વખત જીતીને પહોંચ્યા છે. જે કદાવર સાંસદોને ગઈ વખતે મોદી મંત્રીમંડળમાં સ્થાન ન હતું મળ્યું. તેજ જાતીય અને ક્ષેતીય સંતુલન બનાવી રાખવા માટે અમુક નવા સાંસદોને જુનિયર હોવા છતાં પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 

પહેલી વખત લોકસભા ચૂંટણી જીતનારની વાત કરવામાં આવે તો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ લિસ્ટમાં છે. તે ગાંધીનગર સીટથી પહેલી વખત જીતીને લોકસભા પહોંચ્યા છે. જોકે શાહ આ પહેલા રાજ્યસભા માટે પણ ચૂંટાઈ ચુક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી સંગઠન સંભાળી રહેલા અમિત શાહ આ વખતે મોદી કેબિનેટમાં મજબૂત ભુમિકાની સાથે જોવા મળી શકે છે. યુપી સરકારમાં મંત્રી રીતા બહુગુણા જોશી પહેલી વખત ઈલાહબાદથી  જીતીને લોકસભા પહોંચ્યા છે.

દેવરિયાથી આ વખતે રમાપતિ રામ ત્રિપાઠી 2.46 લાખ વોટથી જીત્યા છે. રમાપતિ રામ ત્રિપાઠી જુતાકાંડથી ચર્ચામાં આવેલા તેમના દિકરા શરદ ત્રિપાઠીનું પત્તું કટ થવાના કારણે બીજેપીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભલે રમાપતિ રામ ત્રિપાઠી રહેલી વખત સાંસદ બન્યા છે. પરંતુ વરિષ્ઠતાને જોતા તેમણે કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે. તે પૂર્વમાં યુપી બીજેપી અધ્યક્ષ રહી ચુક્યા છે. એવું નક્કી માનવામાં આવી રહ્યું છે કે એનડીએને સૌથી વધુ 64 સાંસદ આપવા વાળા યુપીને વધુ સંખ્યામાં કેન્દ્રીય મંત્રી મળશે.

આ પણ દાવેદાર

ત્રણ વખતના સાંસદ વરૂણ ગાંધીને આ વખતે તેમની માતા મેનકા ગાંધી કરતા વધુ મહત્વ આપવામાં શકે છે. એટાથી રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના દિકરા રાજવીક સિંહ ફરી સાંસદ બન્યા છે. જાતીય પ્રતિનિધિત્વની રીતે રાજવીર સિંહને તક મળી શકે છે. આ રીતે ત્રણ વખતથી સાંસદ ગોંડાના કિર્તિવર્ધનસિંહ, બલિયાના વીરેન્દ્ર સિંહ મસ્ત, ફેજાબાદના કે લલ્લૂ સિંહ, ડુમરિયાગંજી જગદંબિકા પાલ દાવેદારીમાં છે. આગ્ર સુરક્ષિત લોકસભા સીટથી 2.11 લાખ વોટથી જીતેલા પ્રો. એસપી સિંહ વધેલ પણ રેસમાં છે.  

અખિલેશ યાદવની પત્ની ડિંપલને કન્નૌજમાં હરાવનાર સુબ્રત પાઠકને પણ ઈનામ મળી શકે છે. ધર્મેન્દ્ર યાદવને બદાયુમાં હરાવવા વાળી યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મોર્યની દિકરી સંધમિત્રા મોર્યના ચહેરા પર પણ વિચાર કરવામાં આવી શકે છે.  

દિલ્હીના બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીને લઈને પણ અટકળો તેજ થઈ રહી છે. તેમના પ્રદેશ અધ્યક્ષ રહેતા નગર નિગમ અને હવે લોકસભા ચૂંટણીમાં પણ બીજેપીના સારા પ્રદર્શનનું ઈનામ નળી શકે છે. દિલ્હીથી પહેલી વખત ચૂંટણી જીતનાર ક્રિકેટર ગૌતમ ગંભીર, ગાયક હંસરાજ હંસ પણ રેસમાં છે. યુપીના સીએમ આદિત્યનાથની હોટ સીટ ગોરખપુરથી જીતેલા રવિ કિશન, બેંગ્લોર સાઉથથી 28 વર્ષની ઉંમરમાં જીતેલા તેજસ્વી સૂર્યાને પણ તક મળી શકે છે.

પશ્ચિમ બંગાળથી આ બની શકે છે મંત્રી

પશ્ચિમ બંગાળમાં પહેલી વખત બીજેપીએ 18 સીટો જીતી છે. 2014માં ફક્ત બે સીટ મળી હતી. અહીં 2021માં વિધાનસભા ચૂંટણી થશે. એવામાં પાર્ટી અહીં બેથી ત્રણ સાંસદોને મોદી મંત્રીમંડળમાં જગ્યા આપી શકે છે. ગઈ વખતે આસનસોલથી જીતેલા બાબુલ સુપ્રિયો મંત્રી બન્યા હતા. તે ઉપરાંત આ વખતે બેરકપુરથી જીતેલા અર્જુન સિંહ કેબિનેટમાં જોવા મળી શકે છે. અર્જુન ઉપરાંત આ વખતે બેરકપુરથી જીતેલા અર્જુન સિંહ કેબિનેટમાં જોવા મળી શકે છે. અર્જુન પહેલા ટીએમસીમાં ધારાસભ્ય હતા. મેદિનીપુરથી જીતેલા બીજેપી નેતા દિલીપ ઘોષના નામની ચર્ચા પણ થઈ રહી છે.

Read Also

Related posts

ભારતભરમાં મેઘ ‘મહેર’ પણ હિમાચલપ્રદેશમાં ‘કહેર’ નદીઓ જળબંબાકાર

Mayur

શાજિયા ઈલ્મી સામે પાકિસ્તાની સમર્થકોએ લગાવ્યા નારા તો સામે શાજીયાએ બોલાવી ભારત માતા કી જય

Mayur

હવે JNUનું નામ બદલી MNU કરી નાખો : હંસરાજ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!