GSTV
Home » News » ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

સામાન્ય માણસની જરૂરિયાતવાળી 21 જીવનરક્ષક દવાઓ મોંઘી થવાની છે. કેન્દ્ર સરકારે આ દવાની કિંમતોમાં 50 ટકા સુધીનો વધારો કરવાને મંજૂરી આપી દીધી છે. તેમાં એન્ટીબાયોટીક, એન્ટી એલર્જીક, એન્ટી મેલેરિયા ડ્રગ્સ, બીસીજી વેક્સિન અને વીટામિન સીની દવાઓની સીલિંગ પ્રાઈસમાં વધારો થશે. સીલિંગ પ્રાઈસ એ કંટ્રોલ કિંમત હોય છે જેનાંથી વધારે કિંમતમાં કોઈ ઉત્પાદન વેચી શકાય નહી.

સરકારે કર્યુ સંશોધન

કેન્દ્ર સરકાર આધિન સંસ્થા NPPAએ ડ્ર્ગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013ના પેરાગ્રાફ 19નાં આદેશમાં સંશોધન કરતાં કિંમતોમાં વધારાને મંજૂરી આપી દીધી છે. તેની પહેલાં આ નિયમનો ઉપયોગ ફક્ત દવાઓની કિંમતોમાં ઘટાડો કરવા માટે કરાતો હતો.

88% સુધી મોંઘી થશે દવાઓ

ફાર્મા ઈન્ડસ્ટ્રી વિતેલાં 20 વર્ષોથી દવાઓના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઈંગ્રીડેન્ટ (એપીઆઈ)ની કિંમતોમાં વધારાને લઈને લોબિંગ કરી રહી હતી. તેમાં ખાસકરીને એ દવાઓનો સમાવેશ કરવામાં આવે છે જેને ચીનથી આયાત કરવામાં આવે છે. સરકારનાં આ નિર્ણય બાદ ઉત્પાદન મુજબ એપીઆઈની કિંમતમાં 5થી 88 ટકા સુધીનો વધારો થઈ જશે. એપીઆઈ પ્રાઈસમાં 40થી 80 ટકા ફોર્મૂલેશન કોસ્ટ સામેલ હોય છે. જેમકે, પેરાસિટામોલમાં અંતિમ ઉત્પાદનની કુલ વેલ્યૂનો 80 ટકા એપીઆઈ કોસ્ટ હોય છે.

એવામાં બીસીજી વેક્સિન, પેંસિલીન, મેલેરિયા, લેપ્રોસી, હાર્ટ ફેલ્યોરનાં કારણે ફ્લૂડ બિલ્ડઅપમાં ઉપયોગ થતી દવાઓ લીવર સ્કેયરિંગ, કિડની સંબંધી બિમારીઓવાળી, વિટામીન-સી, એન્ટિબાયોટિક અને એન્ટી એલર્જી દવાઓની કિંમતમાં વધારો થશે.

READ ALSO

Related posts

રાજ્યના એક હજારથી વધુ ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસ મળતા રોષ

Nilesh Jethva

શું તમે સરળતાથી ચમકદાર તહેરો મેળવવા માગો છો? તો ઘર પર જ કરો આ રીતે ફેશિયલ

Ankita Trada

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!