GSTV
Home » News » શાહજહાપુરમાં બેકાબૂ ટ્રકે ટેમ્પો અને મેજીકને મારી ટક્કર, 16નાં મોત

શાહજહાપુરમાં બેકાબૂ ટ્રકે ટેમ્પો અને મેજીકને મારી ટક્કર, 16નાં મોત

ઉત્તર પ્રદેશમાં મંગળવારે સવારે દર્દનાક દુર્ઘટના ઘટી છે. રોડ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના શાહજહાપુર જીલ્લાની છે. રોજા થાણા વિસ્તારમાં લખનઉ-દિલ્હી હાઈવે પર બેકાબૂ ટ્રકે ટેમ્પો અને મેજીકને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા છે. ટક્કર વાગવાની સાથે જ રસ્તા પર દર્દનાક ચીસો સંભળાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ટ્રક ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ દાખલ કરાયા છે. જ્યાં ઘાયલોની હાલત ગંભીર કહેવાઈ રહી છે. ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતી પેદા થઈ ગઈ હતી. હાલ તો પોલીસે મૃતકોનાં દેહને શબગૃહમાં રાખ્યા છે.

આ દર્દનાક રોડ અકસ્માતના અહેવાલ મળતા જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઘાયલોનાં ઉપચાર અને યોગ્ય વળતર અંગે જિલ્લાધિકારીને નિર્દેશ આપ્યા છે.

READ ALSO

Related posts

બાળકોના રૂમને આપો નવો ઓપ, દિવાળી પર આ રીતે કરો ગોઠવણ

Bansari

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

Bansari

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!