GSTV
Gujarat Government Advertisement

ઉત્તર ભારતમાં ખરાબ હવામાનથી લોકો પરેશાન : કેરળમાં 3ના મોત

Last Updated on June 14, 2018 by

ખરાબ હવામાનને કારણે દેશભરના લોકો અલગ-અલગ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. જ્યાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો ઉત્તર ભારતના રાજ્ય પંજાબ અને ચંડીગઢમાં રેતીના તોફાનની વ્યાપક અસર થઇ છે. પંજાબના મોટાભાગના વિસ્તારો રેતીની ચાદરથી ઢંકાઈ ગયા છે. જ્યારે ચંડીગઢમાં વિમાનોના આવન-જાવન પર તેની અસર પડી છે. દેશના કેટલાક શહેરોમાં આંધી અને પૂરને કારણે લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

દિલ્હીમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ

દિલ્હીમાં ખરાબ હવામાનથી લોકોની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ધૂળીયા વાતાવરણની અસર ગુરૂવારે દિલ્હી-એનસીઆરમાં જોવા મળી. દિલ્હી-એનસીઆરમાં ધૂળીયા વાતાવરણથી વિજિબિલિટી પણ પ્રભાવિત થઇ. નોએડામાં સ્થિતિ વધુ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી આવું જ હવામાન રહેવાની આગાહી કરી છે.

યુપીમાં 10થી વધુના મોત

ઉત્તર પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક વિસ્તારોમાં પ્રચંડ આંધીથી વૃક્ષો ધરાશાયી થયા તો દિવાલ ધરાશાયી થવાથી આકસ્મિક ઘટનાઓ ઘટી. હવામાન વિભાગે ગોંડા, બસ્તી, ફૈઝાબાદ અને મિર્ઝાપુરના લોકોને ઘરથી બહાર ન નિકળવાની ચેતવણી આપી છે. લખનઉના હવામાન વિભાગના કેન્દ્રએ આ જિલ્લાઓમાં પ્રચંડ ગતિએ તોફાન અને વરસાદની ચેતવણી આપી છે.

કેરળમાં પૂરથી જનજીવત પ્રભાવિત

કેરળમાં ગયા મહિનાથી સતત વરસાદનો દોર યથાવત છે. રાજ્યના કોઝિકોડ અને કુન્નુરમાં પૂર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. આ વિસ્તારમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો લાપત્તા થયા હોવાનું જણાઈ રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને રાજ્યની ટીમ પ્રભાવિત વિસ્તારોમાં ખડેપગે છે. કેરળના મુખ્યપ્રધાને મુખ્યસચિવ અને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક રાહત કાર્ય માટેનો આદેશ આપી દીધા છે.

પૂર્વોત્તરમાં પણ દયનિય સ્થિતિ

ભારે વરસાદથી પૂર્વોત્તરના બે રાજ્યો ત્રિપુરા અને મિઝોરમમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેને કારણે ત્રિપુરામાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તો ભૂસ્ખલનથી બંને રાજ્યોના હાલ બેહાલ છે. એવામાં ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવદેબે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ કર્યુ અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થાન અથવા રાહત કેમ્પમાં જવાનું જણાવ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!